જીંદગી એટલે બે શ્ર્વાસો ની વચ્ચે જીવાતુ જીવન.
જીંદગી એટલે તારા ને મારા નો આપણો બનતો સંબંધ.
જીંદગી એટલે તારુ નામ આવતા મારા ચહેરા પર આવતુ સ્મિત.
જીંદગી એટલે સંધષોઁ ને અંતે મળતી જીત.
જીંદગી એટલે જીતવા આવેલી બાઝી હારવી.
જીંદગી એટલે તને મળવા માટે અનંત પ્રતીક્ષા.
જીંદગી એટલે પળ પળ હરપળ પરીક્ષા .
જીંદગી એટલે તારી યાદો સાથે જીવવું
જીંદગી એટલે પોતાના પરાયા ને પરાયા પોતાના કરવા.
જીંદગી એટલે મૃગતૃષ્ણા પાછળ ની દૌડ.
જીંદગી એટલે સપના,અસંખ્ય ઇચ્છા નું બાળ મરણ.
જીંદગી એટલે કયાંય ના પહોચડતી અવિરત જાત સાથે મુસાફરી.
જીંદગી એટલે મૌન ને સાંભળવા ની વેદના.
જીંદગી એટલે પીડા નેા આનંદોત્સવ.
જીંદગી એટલે જન્મ થી મૃત્યુ સુધી ની યાત્રા.
જીંદગી એટલે કિરણ થી કાજલ બનવા ની સફર?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply