કેટલાય દિવસ થી ઠંડીને કારણે બંધ રાખેલું ડોર મેં આજે ખોલ્યું,
અને ખોલતાની સાથેજ થોડું શુષ્ક બનેલું મન પ્રસન્નતા થી ભરાઈ ગયું.
સુગંધ થી મારું મનોમસ્તક તરબતર થઈ ગયું,
બહાર બગીચામાં રંગબેરંગી હાઈસીન્થાસ ખિલિ ઉઠયા હતા.
કુદરત પણ કેટલી કમાલ છે, કઈ પણ બોલ્યા ચાલ્યા વિના કેટકેટલું બદલી નાખે છે,
પ્રકૃતિની અસર માનવ મન ઉપર હંમેશા પડે છે તે વાત સાચી છે.
બાકી મનના ભાવ આમ પળમાં બદલવા થોડા આસાન છે ?
બંધ બારણામાં મુઝાએલું મારું મન રોમરોમ ખીલી ઉઠયું,
અને તેની અસરથી આખું ઘર મહેકી ઉઠયું .
કદાચ તે પણ સાચા હતા કે મારા ઘરની હું જ કુદરત છું.
મારા મૂડ પ્રમાણે આખા ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે 🙂
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply