આ આભે આવ્યું પુર ને છલકાયા વાદળ ઘીરે ઘીરે
ના માથે બેડાં ચડ્યા ,ના નદી નાળાં જળ ધિરે
ક્યાંથી આવી પનિહારી લઇ બેડું છલક્યું ઘીરે ધીરે
રૂડી દીસતી વાદળીઓ ઓઢે કાળી કામળી ધીરે ધીરે
ના કોઈ સાજ,ના શણગાર ,નહિ કોઈ નવતર રંગ
આભે ઓલી વીજળીનું જોબન ચમક્યું ધીરે ધીરે
ઘડીક આવેગે વરસે મેધ, ઘડીક એ તરસે ઘીરે ધીરે
ના ઢોલી તહી ઢોલ બજાવે ના શરણાઈ સૂર રેલાવે
ધ્રુંબાગ ધમધમ નાદ સાથે જલ આભેથી વરસ્યું ધીરેધીરે
ઘડીક પહેલા કોરું હતું તે ભીનું લાગ્યું મન ધીરેધીરે
ના ભીજાઈ મારી કોરી ચુનર, દલડું કેમ કરી ભીજાયું
જાણે ભીજાયેલી ઓલી ધરાનું મન મલક્યું ધીરે ધીરે
રોજ સોનેરી ઉગતું પરભાત,રૂપેરી દીસ્યું ધીરે ધીરે
ના સાંજે શણગાર સજ્યો તોય આંખો મહી કંકુ છવાયું.
વરસાદી વ્હાલથી સૂકું રણ આંખોથી પલળ્યું ધીરેધીરે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply