આગ ભલે ગમે ત્યા ભડકે, દુર અહી મારું મન સળગે.
અન્યાય સામે લડજો ભલે, વેરઝેરથી ના કોઈ કામ સરે.
એક અધિકારની માગણી કાજ, ના મુકો નેવે તમે લોકલાજ
ના સળગાવો ઘર કે બસ ના જલાવો કોઈ માણસ જાત.
હક છે!તો માગો જરૂર બની એકસાથ, શાંતિ માર્ગને વાટ.
જ્યાં નિર્ભય બની સહુ મહાલતા ત્યાં આજ ચિચિયારી પાડતા.
જો સત્ય હોય તો નિર્ભય થજો, નાં કરશો કોઈ જણને નુકશાન.
આજ તોડવું ફોડવું સહેલું છે, કાલ એ ભરપાઈ કરવા તમ શિરે છે.
ભલે ગમે તે જીતી જાય, છેવટ હારશે મારું વ્હાલું ગુજરાત.
મુકું એકજ મારી માગણી, સહુના હૈયે વસે બસ રામ
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply