એની નજરમાં,
જ્યાં જોઈ પ્રતીક્ષા.
ત્યાં
મારી બધીજ લાગણીઓ,
કવિ થઈ ગઈ…
હાર જીતની વાતો
જુવો ને !
બધી અજનબી થઈ ગઈ..
શબ્દોની,
કોઈ જરૂર તેને નથી.
અને મારે
શબ્દો સાથે દોસ્તી થઇ ગઈ.
રચાઈ ગયા કેટલાંય ગ્રંથો
છતાં,
મૌનમાં પ્રેમની ભાષા,
વિજયી થઇ ગઈ.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply