હું અને મારી એકલતા ઘણા દિવસે મળ્યા,
“કેમ છે તું ?” કહી એકલતાએ મને ભીસમાં લીઘી.
“બહુ દિવસે દુનિયાની ભીડ થી દુર થઇને
આજે જરા હાશકારો અનુભવું છું.
બાકી વ્યસ્તતા ઘણી હતી,
હું મનેજ મળતી નહોતી તો તને ક્યાંથી મળું?
તું કેમ છે મારી વ્હાલી એકલતા? “
” બહુ ખુશ છું તને ઘણા દિવસે પાછી મેળવીને..
બાકી આજ સુઘી તું,
પોતાના પારકાંની વચમાં ફંગોળાતી હતી.
તને દુરથી આમ વહેંચાતી વહેરાતી જોઈ,
હું પણ દુઃખી હતી.
તું લોક માટે ઘણું જીવી,
આવ તને તારા માટે જીવતા શીખવું.”
હું બધુજ ભૂલીને
એકલતાના પહોળાં થયેલા હાથમાં સમાઈ ગઈ.
મારા અંતરમનની ઉદાસી પળમાં ખોવાઈ ગઈ,
હોઠ ઉપર સંતોષી સ્મિતની લહેર રેલાઈ ગઈ
હવે હું અને મારી એકલતા,
એકમેકની ભીસમાં અવનવી શોધમાં…
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply