તું અને હું જોને છેક વનમાં પ્રવેશી ગયા ,
તેનો પુરાવો સંતાડી રાખેલી સફેદ લટો આપી જાય છે.
આપણા સબંધને પણ ચાર દાયકા થયા,
તેનો પુરાવો શબ્દો વિનાની અવિરત વાતો આપી જાય છે.
આજે અચાનક આપણું મળવું થયું ,
હવા સ્થિર થઈ ગઈ,સમય પોરો ખાવા રોકાઈ ગયો.
ચોતરફ મંડરાતો તારા હોવાનો આ અહેસાસ,
મને વન માંથી ઉપાડી અઢારની વસંતમાં ઉચકી ગયો.
પળોની કેટલી બધી નિશબ્દ ખામોશી ,
છતાં કેટકેટલી વાતોનો ગુંજારવ કલરવી ઉઠ્યો.
એકબીજાની અંગુલીઓનો આછડતો સ્પર્શ,
બંનેને ગાઢ આલિંગનનું સુખ અને ઐશ્વર્ય અર્પી ગયો.
આખરે મેં મૌન તોડ્યું “હું નીકળું આરતીનો સમય થયો”
છેવટે તે પણ મૌન તોડ્યું “પણ મળતી રહેજે …
આમ કઈ પણ આપ્યા વીના અઘઘઘ આપવા માટે “.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply