એક ટપકા લોહીમાં કેવા મેં અજબનાં રંગ દીઠા,
પ્રીત અમથી જ્યારે મળી,મીઠા મજાના સંગ દીઠા
દૂરતા વ્હાલી નાં ઉમરના કોઈ પણ એવા પડાવે
શેકાઈ વિરહી આગમાં હૈયા ના કાળા ઢંગ દીઠા
એક સુખનું સપનું જો છટકે તો નિસાસા બહુ વહે
ડર ભરેલા એકાંત સાથે મૌન શબ્દો તંગ દીઠા
ક્રોઘમાં ખળભળતા રહેલા દેવ ને દાનવમાં શું ફર્ક? .
એક અવિચારી પગલુ ભરતા લાગણીમાં જંગ દીઠા
સાથ ગંગાજળનો તજીને જામ પીનારા બની ગ્યાં
ભળતા નશાથી આંખમાં ઘેલા બની ઉમંગ દીઠા
અંત સમયે સગપણ છુટે લોહીના સાથે લાગણીના
છોડ તું માયાજાળ તો વૈરાગના ગઠબંધ દીઠા
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply