એક ચરખો એક ગાદી તકિયો
સોંપી બાપુ ચાલ્યાં ગયા…
આ આઝાદીને નાં ચાલે, નાં ચાલે.
એને જોઈએ એરોપ્લેન,
વિધાનસભામાં ખુરશીના ખેલ
સ્વીઝબેંકમાં રેલમછેલ.
બાપુ નાં અફસોસ કરો,
તમને પાકીટમાં રાખ્યાં છે,
બહુ જતને સાચવ્યાં છે.
છબી તમારી સાચવવાં,
કર્યા છે કાયમ તોલ મોલ
કરી સહુ સંગે જોરમ જોર .
બાપુ અમર રહો, આઝાદી અમર રહો
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply