એક કવિતા
રોજ તૂટતી કવિઓની કલમે
ફંગોળાતી રહી
વાંચકોની અધકચરી નજરે.
છેવટ ફાઈલમાં બંધ પડી
પ્રકાશકની છાજલીયે.
થાકી આત્મવિલોપન કાજ
એ ચડી અભરાઈએ.
અહોભાગ્ય!
પૂર્વની બારી ઉઘડી
અચાનક
કોઈ ઋજુ હૃદયની નજરે ચડી
ઘૂળ ખંખેરી, છીંકો ખાઈ
છતાં પંપાળી, શબ્દોથી રમાડી.
એજ કવિતા!
ફરી ઉડી
કટી પતંગની જેમ દેશ..દેશ,નગર.
કોઇ
તૂટતાં દિલની ધડકન બની.
ના કોઇ મોહ પુસ્તકનો
ના થવું તેને કેદ હવે.
ખુશ છે,બહુ ખુશ એ
બની ગમતાંનો એ ગુલાલ
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply