કહે છે મન હોય તો માળવે જવાય.
હું કેમ કરી માનું આ વાતને?
કારણ મન તો છે,
જે તારા તરફ ખેચાય છે.
પણ સમયને પાછો વાળવા હું અક્ષમ છું…
એ ઇચ્છા તો રોજ તાજી થાય છે
કે,તું હરદમ સાથે હોવી જોઇએ.
જ્યારથી તને મેં જોઇ હતી,
ત્યારથી મનભરી ચાહી હતી.
એક સમય એવો હતો કે,
સામે ચોમાસું ભરપૂર હતું,
એકબીજાને સાથ આપી હૈયું પણ સેરવ્યુ હતું.
આજે તુ નથી,એ સમય નથી,ને ચોમાસું નથી,
એ અધુરી ઇચ્છા ક્યાંક જીવંત હતી.
જે ફરી આળસ મરડી બેઠી થઇ છે.
પરંતુ વહી ગયેલા સમયને પાછો વાળવા
હું આજે પણ એટલોજ અક્ષમ છું.
મન છે પણ માળવે ક્યા જવાય છે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply