આટલા બધા પ્રેમને થઈ નનમસ્તક સ્વીકારી લઉં
સ્નેહે સહુને વધાવવા છે …
દરિયા પાસે થી એની દરિયાદિલી જઈ ઉધારી લઉં,
સહુને દિલમાં આવકારવા છે…
ખીલતાં ફૂલોની કોમલતા મારા ચહેરા પર સજાવી લઉં,
સપના સુગંધથી સહેલાવા છે…
ઉગતા સુરજની લાલીને મારા સેથામાં સરકાવી લઉં,
તેના કિરણોને સમાવવા છે…
તોડી લઉં આભે તારલિયા ને ઓઢણે ચમકાવી લઉં,
મારે તારા તોડી લાવવા છે..
કેદ કરૂ હું ચાંદની ને, શીતળતા એની પહેરી લઉં,
સપના એવા સજાવવા છે…
નિર્દોષ શિશુની સરળતા મારા હાસ્ય માં ભરાવી લઉં,
બની પંખી પંખ ફેલાવા છે…
એથી વિશેષ શું છે ? હું મનમાં મંદીર બનાવી લઉં,
મારે સપના એવા સજાવવા છે…
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply