આંસુની જો પરબ ભરું તો તું વચમાં મને દેખાય છે,
જ્યાં ગઝલની કરું અવતરણ તુ શબ્દોમાં ટંકાય છે
તારી સંગાથે જીવતર જોને ઉત્સવ બની ઉજવાય છે,
વિરહ જો આવી ચડે લખેલ કાગળિયાં કોરા વંચાય છે.
આંખ મીચું અને સપનામાં તારો પગરવ જણાય છે,
એને રવાડે ચડીને બધા દુઃખ ખુશીઓ તળે ઢંકાય છે.
વેઢાર્યો હોય વિરહનો ભાર, પણ હવે ના ઉચકાય છે,
હર્દયમાં પડેલા પગલાંમાં, ના બીજા પગલાં સંતાય છે.
જોઉં જ્યાં અરીસા મહી તું આવી ત્યાં મલકાય છે,
તુજ અલગારી લાગણીઓમાં મન ગુલાલે રંગાય છે .
સ્મરણ જરા આવે એનું વિનોદે, ઉર્મીઓ લહેરાય છે
સ્પર્શ જો ભેગો ભળે તો તનમન વિનોદિની પંકાય છે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply