ખિસકોલી તોફાની….
આ ખિસકોલી તોફાની..!
આ ડાળેથી પેલ્લી ડાળે,
કૂદી-કૂદી પૂંછ ઉલાળે,
ઘડી ન બેસે છાની !
આ ખિસકોલી તોફાની…
મમ્મી પાસે ખાવા માગે
તાજાં-તાજાં કાજુ…
સાઇકલ સરરર ભગાડતાં
બોલે કે-“રહેજો બાજુ !”
દાદીમાનાં ચશ્માં પ્હેરી,
ફરવા નીકળે શેરી-શેરી,
વાતો કરતી શાણી !
આ ખિસકોલી તોફાની…
વ્હાલું -વ્હાલું લાગે એને એનું નાનું દફતર…
એથીયે વ્હાલું તો પાછું નવું -નવું કમ્પ્યૂટર…
થોડું લેસન, થોડી મસ્તી,
રહે હમેશા ખિલ ખિલ હસતી,
પરી લાગતી નાની !
આ ખિસકોલી તોફાની…
~ કિરીટ ગોસ્વામી
Leave a Reply