આંખની પુતળી ની તારી જો કરામત
પડતી જેના પર થતી એની શહાદત .
પ્યાર કરવાના ગુનાની કર સજા તું
રાખ દિલ ની જેલમાં, ના કર જમાનત.
છોડ લીલોછમ આ ક્યાંથી ગ્યો વિલાઇ!
જોઈ ગ્યો કે શું તારી કોઈ નજાકત ?
ચાંદની ઉપમા તને આપે બધા અહિ
કરવી પડશે ચાંદની મારે ખુશામત.
છોડતી નહિ કોઈ બ્હાના થી મને તું
આંસુ મારાં નહિ તો આ કરશે બગાવત.
જર્જરિત ખંડેર જેવો હું ઉભો છું ,
સ્પર્શ તું આવી ને કર મારી મરામત.
રણ સમાં ભેકાર આ જીવનમાં મારા
આવે જો તું, તો બને મારી રિયાસત.
~ ડૉ. કૃણાલ પટેલ
Leave a Reply