ચઢાવ ને ઉતાર છે, ઉદાસ કારોબાર છે,
કહું તો શું કહું તને, શિકાર રોજગાર છે.
ફૂંકી ફૂકીને મૂકજો કદમ નવી સડક ઉપર,
ટગર ટગર નિહાળતી નજરમાં કુવિચાર છે.
હજુ તમારા ઈશ્કમાં ગરક છે એમ પાગલો,
તમે કહો તો રાત છે, તમે કહો સવાર છે.
સદીની આંખમાં જુઓ નિરાશ જીદગીનો તાપ,
ગમોના રૂપમાં મળે કદમ કદમ મઝાર છે.
ન બાંધ મુજને સંમતિની દોરથી, કદી કદી,
કહું તો હા, નકાર છે કહું તો ના, હકાર છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply