કુદરતના કરિશ્માની ચાહત લઇને ફરું છું.
કુદરતના નજારાને પામવા વ્યાકુળ રહું છું
કિસ્મતના તારલાને હાથમાં લઇને ફરું છું.
અવકાશી સિતારાઓને આંંબવા કુદુ છું.
જયારે મુશ્કેલી આવે ત્યારે ઉગરવા મથું છું,
શ્ર્વાસોને તારા શ્ર્વાસો સાથે ભેળવવા ચાહું છું.
દિલની ધડકન સાથે તાલ ને મીલાવવા મથું છું.
તારા અણું અણુંમાં વ્યાપેલએ પ્યારને ચાહવા મથું છું.
ઉદરમાં આકાર લેતા શિશુ જેમ,વિશ્ર્વમાં સાકાર બનવા ઇચ્છું છું.
એકલતાને, નિષ્ફળતાને ફગાવીને, નવો અવતાર પામવા મથું છું.
ખુલ્લા મને જીવવા કોશીષ કરી,હવે મનના દ્રારને બંધ કરી જીવવા મથું છું,
આ સુરજની સાખે કહું છું “કાજલ”નવેસરથી જીતવા મથું છું.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply