કહયું તમારુ માન્યું નહિ અમે
જીદ અમારી હવે અમને ભારે પડી.
વાતો માં વાત ચગાવી ઢીલ આપી,
ઢીલ આપી ખેંચવાની રમત ભારે પડી
રોજ તારી યાદોને અવગણતી નકારતી,
તને નજરઅંદાજ કરવાની રીત ભારે પડી.
ચાલ બહુ થયું કર શરુઆત ફરી,
ઈશ તારો વિશ્ર્વાસની રીત ભારે પડી.
કરી સૂર્ય ની દોસ્તી દિવસભર,
રાત પડતા ચાંદનીની શીતળતા ભારે પડી.
લાગણીના મુલ ના થાય કયારેય,
આ બધું તોલવા ની આદત ભારે પડી.
પ્રેમના ભ્રમમા જ જીવન પુરુ કર્યું,
અંત સમયે કરી ચોખવટ ભારે પડી.
મૌન તારું માણ્યું મેં આજીવન,
આજ તારા શબ્દોના તીર ભારે પડી.
કર્મ ને જ ધર્મ માન્યો જિંદગી ભર,
આ સદકર્મ ની લત અમને ભારે પડી.
લખ્યા લેખ મિથ્યા થાય નહિં,
વિધાતા સામે લડ્યા ભારે પડી.
બંધ રાખી મુઠ્ઠી જીવનમાં હંમેશા,
ખોલીને વાત ઉડી ખોલવી ભારે પડી.
હસતા હસતા ઝખ્મ સહ્યા કર્યા,
આ હસતા રહેવાની લત ભારે પડી.
પ્રેમ તો ઈશ્વરને ય વ્હાલો છે.
આતો જાત ને છેતરવી ભારે પડી.
ગઝલ તો મારા રક્તમાં લખાણી,
તારા નામે કરવાની મમત ભારે પડી.
બસ હવે નથી લખવું કાંઇ જ
આ લખવા ની આદત ભારે પડી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply