કલરવ કૈ તમારો ગમે છે .
સૃષ્ટિ માં શોભા તમારી ગમે છે.
મજ્જા માણવી અમને ગમે છે.
કલરવ કૈ તમારો ગમે છે.
નથી ગમતી આ જવાબદારી
મજા અમારી દુશ્મન બને તમારી
પણ નથી સમજાતી તકલીફ તમારી
કલરવ કૈ તમારો ગમે છે.
કપાય તમારી પાંખો તો પણ સાવધ નથી થવાતું.
ખુદ ની સંભાળ માં અધીર થવાતું.
દુનિયા થી હંમેશા બેખબર થવાતું.
કલરવ કૈ તમારો ગમે છે.
ઉત્સવો ઉજવીએ ખુબ ઉમંગ થી અમે.
ઉત્સાહ ભયાઁ માહોલ ને હ્રદય થી અમે.
ચિત્કાર તમારો સંભળતા નથી અમે.
કલરવ કૈ તમારો ગમે છે.
આઝાદ પંખી બનવુ છે તમારા.
નથી ગમતા અમને બંધન તમારા.
નથી કૈદી બનવુ પિંજરે તમારા.
કલરવ કૈ તમારો ગમે છે.
સંભાળો હવે સૃષ્ટિ ને થોડી
સંભળો હવે માનવતા ને થોડી
“કાજલ” રાખો ને સાવચેતી થોડી.
કલરવ કૈ તમારો ગમે છે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply