એલામઁ ના અવાજે… નિદ્રાસન ત્યાગ્યું..
હજી સુયોઁદય ને વાર હતી…
હા! તેની સવાર બહુ વહેલી પડતી..
નગર ને સુતું મુકી તે જાગતી.
મશીન સાથે કામ કરતા મશીન જ જોઇ લો..
બાળકો નુ લંચબોક્ષ,પતિદેવ નુ ટીફીન બનાવતા..
સાસુ સસરા ને ચા નાસ્તો..
ઘર ના માટે બપોર ના ખાણા ની તૈયારી..
દાળ,ચોખા, શાક, રોટલી ની કણક..
અરે! સલાડ પણ..
મશીન માં કપડા નાંખી….
ઇસ્ત્રી કરતી..
પાણીયારે ને તુલસી કયારે દીવો..
મંદિર માં પુજા….
અરે! પોતાની સવાર ની ચા કે પેપર વાંચવા નુ તો ભુલાઇ જ જતુ..
અને તે ભાગતી સાંજ ની યાદી મન માં બનાવતી.??
સવાર ની 6:50.ની લોકલ ને પકડવા…
નિયત જગ્યા… નિયતિ ને નાથતી..
ઓફિસ ને ધર વચ્ચે અટવાતી…
સવાર…સાંજ… લોકલ માં જીવતી…
રવિવાર ની રાહ તેને પણ રહેતી?
ના મળતો તેને છુટ્ટી નો આરામ.
કેમકે ગૃહિણી સિવાય બધા ને રવિવાર ની રજા….
આજની નારી સુપરવુમન ની દૌડ માં
હાંફતી ભાગતી.. થાકતી..
થાક… થાક..? એટલે શું?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply