દક્ષિણ ભારતીય ફિલ્મો વિષે કેટલાક લોકોનો ખોટો ખ્યાલ છે. એટલે જ તેના વિષે ખાલી સોશિયલ મીડિયામાં રમુજી સ્ટાઇલ માં સ્ટેટસો લખાતાં હોય છે.. પ્રધાનતયા આ ફિલ્મો સારી હોય છે. 100માંથી 99 ટકા ફિલ્મોમાં રાજનીકાંતિય ફાઈટો કહોકે હમ્બગ ફાઈટો નથી આવતી. ઘણી સારી ફાઈટો આવે છે.. જે લોકો આવી ફાઈટો વખોડે છે. એમને હિતેનકુમારની ગુજરાતી ફિલ્મો કે ભોજપુરી ફિલ્મો તથા અમુક હિન્દી ફિલ્મો નિહાળી લેવી. બિરદાવતા અને વખાણતાં આપણને નથી જ આવડતું એ સનાતન સત્ય જ છે..
આ ફિલ્મ હિન્દીમાં તો ક્યારનીય આવી ગઈ હતી. પણ એ જોવાનો મોકો હમણાં જ મળ્યો. સારી ફિલ્મો એના સમયે જ જોવાય એ મારો ઉસૂલ રહ્યો છે. શાહરૃખખાન આના પર ફિલ્મ બનવવાનાઓ હતો એ વાત મેં સાંભળી ત્યારથી જ મને આ ફિલ્મ જોવામની ઇંતેજારી હતી. પછી શાહરૂખખાને આ ફિલ્મ રોલ કરવાની ના પડી દીધી, ત્યારે મને ઇંતેજારી તો હતી જ કે કેમ તેણે ના પાડી દીધી. એનું સાચું રહસ્ય મને મેં આ ફિલ્મ જોઈ ત્યારે જ ખબર પડી. એ કારણ કહું એ પહેલાં આ ફિલ્મ વિષે વાત કરવી અત્યંત આવશ્યક છે.
આ ફિલ્મની શરૂઆત વિક્રમ વેતાળની વાતથી શરુ થાય છે. વેતાળ વિક્રમને વાર્તા કહેતો હોય એમ વેતાળ વિક્રમને આ વાર્તા કહે છે. આઈડિયા ખરેખર સારો છે અને એટલા જ માટે ફિલ્મ માં ઈમાનદાર પોલીસ અધિકારી (આર માધવન)નું નામ વિક્રમ છે. આર માધવન ખરેખર એક સારો કલાકાર છે. હિન્દી સિરિયલો અને હિન્દી ફિલ્મો એનાથી સારી રીતે વાકેફ જ છે. બીજું નામ છે વેધા, એ છે તો એક ગેંગસ્ટર. આની પાછળ ખાલિખપૂચીને ઇન્સ્પેકટર વિક્રમ પડ્યો છે. આ વેધાએ 16 હત્યાઓ કરી છે. જયારે વિક્રમે 18 એન્કાઉન્ટર કર્યા છે. આ હત્યાઓ કેમ થઇ એ મહત્વનું છે. પોએટિક જસ્ટિસના નાતે તમે પોલીસના એન્કાઉન્ટરને જ મહત્વ આપો એ સ્વાભાવિક જ ગણાય
વાર્તામાં વેધા આ વાત ઈમાન પોલીસદારના મનમાં ઠસાવે છે કે મેં માર્યા પણ કાયા સંજોગોમાં અને કોને એ મહત્વનું છે. એક જણ જે ખૂન કરે છે એને મારવો જોઈએ કે જે ખૂન કરાવે છે એને મારવો જોઈએ. આ પ્રશ્ન વેધા વિક્રમને કરે છે અને વિક્રમના મોઢે કબૂલાત કરાવે છે. તું ખરેખર કોને મારત…? ત્યારે વિક્રમને રીયલાઈઝ થાય છે કે ખરેખર સાચું કોણ છે…? આવી ત્રણ ચાર ઘટનાઓ -વાર્તા છે. વિક્રમે વેઢાનાં ભાઈને એન્કાઉન્ટરમાં મારી નાંખ્યો હતો, જે કોઈ ગુનેગાર નહોતો. પણ એક પોલીસને માર્યો એટલે વિક્રમ વેધાને મારવા તત્પર થયો છે. ખરેખર પોલીસને વેધાએ માર્યો નહોતો જ, એ તો વિક્રમના પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને એનાજ અંતરંગ સાથીઓએ ભેગાં મળીને એને માર્યો છે. આ વાત જ્યારે વિક્રમને ખબર પડે છે ત્યારે તે પોલીસોને જ સજા આપવાં તૈયાર થઇ જાય છે. અને ત્યારેજ વેંધા તેનો જાણ બચાવે છે. આંખ ખોલે એવી સચ્ચાઈ રજૂ કરવાનું જ કામ વેધાએ કર્યું છે. આ માટે વેધાએ વિક્રમની પત્ની જે વકીલ છે. એનો સહારો લીધો છે.
હા એક વાત રહી ગઈ આ વેધાનું પાત્ર કોણે નિભાવ્યું છે. વિજય સેતુપથીએ. આ માણસના દેખાવ પાર ના જાઓ, અરે એમ તો ૐ પૂરીનો દેખાવ પણ ક્યાં સારો હતો. એની અદાકારી જુઓ મિત્રો. લાજવાબ અદાકારી કરી છે વિજય સેતુપથીની. હેટસ ઓફ ટુ વિજય સેતુપથી.
સંવાદો અને સંગીત સારા છે. ફિલ્મમાં દિગ્દર્શન કાબિલેતારીફ છે. માધવન અને સેથુપથીની અદાકારી ઉત્તમોત્તમ પણ મેદાન મારે છે વિજય સેતુપથી.
એક આલગ જ ભાત પાડતી આપણાં રાજકારણમાં વ્યાપેલાં ભ્રષ્ટાચારને છતી કરતી આ ફિલ્મ છે. આ ફિલ્મ અવશ્ય જ નિહાળશો મિત્રો. સારાં નરસાનો વિવેક સમજાવતી અને આપણા મનમાં ઠસાવતી આ ફિલ્મ શેક્સપિયરના હેમ્લેટના સંવાદ ” To Be Or Not To Be “ની યાદ અવશ્ય આપવી જાય છે. લોકો ભાનભૂલેલા છે. એમને સાચી વાતની કોઈ જ ખબર જ નથી હોતી. એ વાત જ લોકનો મનમાં ઠસાવવાનો આ ફિલ્મે ઉમદા પ્રયાસ કર્યો છે. એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. માણસમાં સારા અને નરસા એમ બંને ગુણો રહેલા છે. ક્યારે કોણ ચડે તે કહેવાય નહીં પણ અંતે સત્યની જ જીત થાય છે..
છેલ્લે શાહરુખખાને કેમ ના પડી એનું મારી દ્રષ્ટિએ કારણ એ છે કે, આ ફિલ્મ એની “રઈસ”ને મળતી આવે છે. એટલે એક જ પ્રકારની એ ફિલ્મો બનાવવાનું એણે મુનાસીબ સમજ્યું હોય. એવું પણ બને અને બીજું કદાચ. કદાચ સાઉથની ફિલ્મોની નકલ એ ના કરવાં માંગતો હોય એવું પણ બને. આ અંગત મારું તારણ છે. બાકી સત્ય જે હોય તે હોય, પણ આ ફિલ્મ આ મહિનામાં મારી જોયેલી સૌથી સારી ફિલ્મ છે..
~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply