ઇતિહાસનું એક પાનું : તા. ૧ એપ્રિલ ૨૦૧૯
👉 ઇતિહાસના રસિકો આ ખાસ વાંચે
રાજા પોરસ પર તો મેં એક લાંબો લેખ લખ્યો જ છે. જે ખુબ જ વખણાયો છે અત્યારે ઈનામની એક સુંદર સીરીયલ પણ આવે જ છે. તમને થતું તો હશે જ ને કે આમાં ઇતિહાસની વાત કે ઇતિહાસનું એક પાનું ક્યાંથી આવ્યું.
સિકંદરની આગળ મહાન લખવાની હું ગુસ્તાખી નથી કરતો. કારણકે એ મહાન હતો જ નહીં. બીજું એ કે એ થયો છો કે નહીં એ વિષે પણ શંકા છે ઘણાં બધાને. કારણ કે એના વિષે એના મારી ગયાં પછી લગભગ ૪૦૦ વર્ષ પછી લખાયું છે. અને સિકંદર થયો છે કે નહીં એનો પુરાવો હજી સુધી કોઈને પ્રાપ્ત થયો નથી પણ રાજા પોરસની વાત આવે એટલે આપણે માણી લીએકે એ થયો હશે. આ રાજા પોરસ એ હાર્યો નહોતો કે પકડાયો નહોતો, એ બધી વાતો પાશ્ચાત્ય ઈતિહાસકારોની નિપજ છે.
આ રાજા પોરસ અને સિકંદરની લડાઈની વાતો તો જગજાહેર છે. પણ આ સિકંદરની લાલસા એટલી બધી હતી કે એની નજર જે રાજ્ય પર પડે એ હડપી લેવાની જ હતી. રજા પોરસને મદદ કરનાર કોણ હતો અને કોણે એનો રાજ્યાભિષેક કરાવ્યો હતો ? આ જ પોરસે એક રાજાને ભારતના પ્રથમ ચક્રવર્તી સમ્રાટ બનવામાં મદદ કરી હતી. આ સમ્રાટે રાજા પોરસ જોડે કરાર કર્યો હતો મદદ કરવાંનો જ સ્તો. એ ચક્રવર્તી સમ્રાટનું નામ ખબર છે…?
👉 ભારતને એક કરનાર મહાન સમ્રાટ – ચંદ્રગુપ્ત મૌર્ય
ભારતનો ઈતિહાસ પણ અહીંથી જ શરુ થાય છે. આ તો થઇ પૂર્વભૂમિકા…
રાજા પોરસ સાથે યુદ્ધ સમાપ્ત થયાં પછી સિકંદરને એક અન્ય ભારતીય રાજા સાથે પણ યુદ્ધ થયું હતું, જે વિષે હજી દુનિયા હજી અજાણ જ છે. એનું નામ છે – અશ્વપતિ. આપણે એમની જ વાત કરવાની છે આજે…
પોરસ સાથે હાર્યા પછી સિકંદર ભાગતો હતો પણ તોય એનું નામ સિકંદર હતુંતે આ હારનો બદલો લેવાં માંગતો હતો. ત્યાં રસ્તામાં પાછાં જતી વખતે એની નજર આ અશ્વપતિનાં નાનકડાં રાજ્ય પર પડી એને થયું કે હું આ નાનકડું રાજ્ય જીતીને મારી કારમી હારનું કલંક ભૂંસી દઉં. એ મગધ સાથે લડી શકે એમ હતો હતો જ નહિ. કારણ કે મગધની વિશાળ સેના જોઇને એને ત્યાંથી લડયા વગર જ પાછાં ફરવું પડયું હતું. ત્યાં વળી આ રાજા પોરસે એની રહી સહી આબરૂ પર લાંછન લગાડયું. પોરસ સાથેની લડાઈમાં સિકંદરનો પ્રખ્યાત ઘોડો બ્યુસેફેલોસ માર્યો ગયો હતો. પોરસે એ સિકંદરને ઘાયલ કર્યો હતો એ લંગડાતો હતો અને પીડાતો પણ હતો. પણ એ લડવૈયો હતો એટલે આબરૂ બચાવવા માંગતો હતો પોતાની, સિકંદર કોઈ પણ સંજોગોમાં આ નાક્ડું રાજ્ય જે ભારતમાં હતું એને કોઈપણ સંજોગોમાં જીતવા માંગતો હતો.
👉 હવે, આ અશ્વપતિનું રાજ્ય કેમ નાનકડું હતું ? કારણ કે એ રાજ્ય વિસ્તાર કરવામાં માનતો જ નહોતો. પણ દરેક પ્રજાજનને સમર્થ નાગરિક બનવાં માટે જે પ્રયત્નો કરવાં પડે તે અશ્વપતિએ પોતાની નૈતિક ફરજ સમજીને કર્યા હતાં. આજ કારણ હતું એમનાં રાજ્યમાં બધાં સ્વથ વીર અને બહાદુર અને જાગૃત નાગરિક હતાં. લૂલો લંગડો ગરીબ અને આળસી એકેય વય્ક્તિ એમના રાજ્યમાં નજરે ના પડે અશ્વપતિનાં રાજ્યમાં જેબાળક જન્મેને તો એને રાજ્યાધિકારીઓના નિયંત્રણમાં સોંપી દેવામાં આવતાં હતાં. એમનાં શિક્ષણ અને જીવનનિર્વાહનો બધો ખર્ચ સ્વયં અશ્વપતિ ઉપાડતાં હતાં. (અમેરિકા અને બ્રિટન પાછળ ગાંડાઘેલાં થતાં આજના યુવાનોએ આ વાત સમજવા જેવી છે. આ વાત આજથી ૨૪૦૦ વર્ષ પહેલાંની છે.
અમેરિકાનાં વખાણ કરનારે આ વાત અવશ્ય નોંધમાં લેવી જોઈએ. ભારત તે વખતે સુસંસ્કૃત અને સમૃદ્ધ હતું અને આજેય પણ છે. આ વાત ખાલી લેભાગુ સ્ટેટસખોરો જ સમજી નથી શક્યાં એનું મને અપાર દુખ છે. રાજાનો હેતુ સાર્થક જ થાય ને આનાથી. દરેક યુવક વાફદારીથી વર્તતો હોય અને જવાબદારીપૂર્વક વર્તતો હોય તો રજાનો હેતુ પાર પડે જ પડે. આનાથી યુવાનોમાં દ્રઢતા, શૌર્ય અને સંયમ પણ દરેક યુવાનોમાં આવે એ સવાભાવિક જ છે. આજ કારણ હતું કે એમને રાજ્યનો વિસ્તાર કરવાની પડી નહોતી અને કોઈ એમનું આ નાનકડું રાજ્ય પડાવી નહોતાં શકતાં.
પ્રતાપી સમ્રાટ પોરસ સામે કારમી નાલેશી વહોર્યા પછી એને ભારતને ધૂળ ચાટતું તો કરવું જ હતું. સિકંદરની સેનાએ પણ વિદ્રોહ શરુ કર્યો હતો અને આગળ વધવાની ના પાડી દીધી હતી ત્યારે જ સિકંદરના મનમાં આવા નાનાં નાનાં રાજ્યો હડપવાની યોજના મનમાં સ્કૂરી. આ જ સમયે એની વક્રદ્રષ્ટિ અમૃતસર નજીક રાવી નદીના તટ પર સ્થિત અશ્વપતિનાં રાજય પર પડી. સિકંદરે અશ્વપતિની વીરતા વિષે પહેલેથી જ માહિતગાર હતો. એમની વીરતાની ગાથાઓ સિકંદરે પણ સાંભળી હતી. એના સિપાહીઓ તો આમેય પહેલેથી હિંમત હારી ચુક્યા હતાં એટલે એને મુકાબલાની ઉત્પ્રેક્ષા કરીને છળથી રાત્રે અશ્વપતિ પર આક્રમણ કર્યું. યુદ્ધ કરવાં માટે અનિશ્ચિત અશ્વપતિના સૈનિકોને છળ પૂર્વક મારી નાખ્યાં આ યુનાની સૈનિકોએ અને આમ થોડીક જ વાર માટે થયેલું યુદ્ધ એ યુનાની સૈનિકો જીતી ગયાં.
મહારાજ અશ્વપતિણે બંદી બનાવી દેવામાં આવ્યાં. સિકંદરે અશ્વપતિનાં શૌર્યની પરીક્ષા કરવાં માટે એમને બંધન મુક્ત કર્યા અને સંધી કરી લીધી. આ ખુશીમાં બંને નરેશોએ નગરમાં જશ્ન કરવાનું નક્કી કર્યું. એક મહાસંમેલનનું આયોજન કર્યું. અશ્વપતિ એમાંના ચાર લાડાકું ખૂંખાર કુતરાઓ માટે વિશ્વવિખ્યાત હતાં. આ ચારે કુતરાઓ હંમેશા મહારાજ અશ્વપતિની આજુબાજુ જ રહેતાં હતાં. જ્યારે એ દરબારમાં પહોંચ્યા ત્યારે આ કુતરાઓ પણ એમની સાથે જ હતાં.
સિકંદરે ટીખળ કરી ——
” મહારાજ આ ભારતીય કુતરાઓ છે ને…”
અશ્વપતિએ તરત જ જવાબ આપ્યો –
” હા પણ એ છુપાઈને હુમલો નથી કરતાં સિહની જેમ મેદાનમાં જ લડે છે”
સિકંદર પોતાનું જરીકે નીચે પડવા દેવાં નહોતો માંગતો એ અભિમાનના મદમાં ચકચૂર હતો. એટલે સિકંદરે આ કુતરાઓ અને સિંહ વચ્ચે લડાઈનું આયોજન કરવાનો આદેશ આપ્યો.
પ્રબંધ થતાં જ સિંહ અને કુતરાઓની લડાઈ શરુ થઇ ગઈ. સિંહે પ્રથમ બે કુતરાઓને લોહીલુહાણ કરી કરી નાંખ્યા પણ આ કુતરાઓએ સિંહના પણ છક્કા છોડાવી દીધાં હતાં. પછી બીજાં બે કુતરાઓને છોડવામાં આવ્યાં તો સિંહ તો ભાગતો નજરે પડયો અને આ ૨-૨ એમ ચાર કુતારોએ સિંહના આખા શરીરમાં એવાં દાંત ઘુસાડી દીધાં સીન કણસતો નીચે પડયો. પછી મહારાજ અશ્વપતિએ સિકંદરને લલકાર્યો “મહારાજ આપની સેનામાં એવો કોઈ વીર છે ખરો કે જે આ કુતરાઓના દાંતમાંથી સિંહનું માંસ અલગ કરી શકે…?”
વારાફરતી ઘણાબધાં યોધ્ધાઓ ઉઠયા અનેકુતરાઓના પગ પકડીને ખેંચવા લાગ્યાં. કુતરાઓના પગ ભાંગી ગયાં પણ દાંતમાંથી માંસ ના કાઢી શક્યા તે ના જ કાઢી શક્યા. સાત ફૂટ લાંબા અશ્વપતિ (અત્રે એ યાદપાવી દઉં કે સમ્રાટ પોરસ પણ આટલાં જ ઊંચા અને કદાવર હતાં )એમણે પોતાના અંગરક્ષકોને સંકેત કર્યો. તેઓ ઉઠીને સિંહ પાસે પહોંચ્યા અને કુતરાઓને પકડીને એક જ ઝટકામાં સિંહનું માંસ નોચતાં અલગ કર્યા. આનાથી થયું એવું કે સિંહના હાડકાં અને માંસ સાથે કુતરાઓ પણ ખેંચાઈ આવ્યાં.
સિકંદર આ નાનકડું યુદ્ધ તો જીત્યો હતો. તેમ છતાં તે માથું ઝુકાવીને શરમનો માર્યો નીચું જોઇને બેઠો હતો. આવા હતાં આપણા ભારતીય મહારાજ અશ્વપતિ. જેમણે ક્યારેય ભારતની આન બાન અને શાનને કયારેય ઝૂકવાં નહોતી દીધી અને સિકંદર જેવાં વિશ્વવિજેતનું માથું પણ ઝુકાવી દીધું હતું ભારતમાતા આગળ… સિકંદરને માથું ઝૂકાવવા માટે મજબુર કરનાર આ મહારાજ અશ્વપતિને એક નહીં લાખો સલામ.
સિકંદરના વખાણ કરતાં અનેક પ્રસંગો વોટસએપ અને ફેસબુક અને ટવીટર પર પ્રચલિત થયાં છે. જેમાં તથ્ય બિલકુલ નહીંવત અને સિકંદરના વખાણ વધારે છે તેમાં એક સાચા ભારતીય વીરની કથા. મને આશા છે કે આપ સૌને ગમશે જ ગમશે.
સંકલન – જનમેજય અધ્વર્યુ
Leave a Reply