શું સદીઓ ની કળું વળશે?
ભારત ફરી વિશ્વ ગુરુ બનશે?
મોદી તમે આવ્યાં તો આશા છે,
સોનાંની ચકલી ડાળે શરૂ થશે.
ખોટું ઇ ખોટું સ્વીકારશે સૌ અને
ખરું એ સરિયામ ખરું બનશે?
યથા પ્રજા તથા રાજા સમજજો,
આપણે સુધરશું તો જરૂર બનશે.
હશે પક્ષ, ધર્મ, જાતિ, પ્રાંતનો ભેદ;
ત્યાં સુધી વરુઓની લાળું પડશે.
નીતિ, રીતિ, પ્રીતિથી સૌ પ્રગતિ કરે,
તો જ ભારત ફરી કલ્પતરું બનશે.
~ મિત્તલ ખેતાણી
( કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માંથી )
Leave a Reply