ઈતિહાસ જે આપણે જાણવો જ જોઈએ. બંગાળ (બાંગ્લાદેશ સહિત) આજે ઇસ્લામિક દેશો બની ગયાં છે ત્યાં ઓરિસ્સા આજે પણ ૯૫% હિંદુ છે. કેવી રીતે…? સન ૧૨૪૮ (૧૩મી શતાબ્દી) બાદશાહ તુમન ખાને ઓરિસ્સા પર હુમલો કર્યો એ સમયે ત્યાનો રાજા નરસિંહાદેવ હતો.
ફેંસલો કર્યો કે – ઇસલામી કુમ્લાખોરોને એનો જવાબ છળથી આપવો જોઈએ. એમણે તુમનખાનને સંદેશ મોકલ્યો કે – એ પણ બંગાળના રાજા લક્ષ્મણસેનની જેમ સમર્પણ કરવાં માંગે છે. જેને વિના યુદ્ધ લડે તુમનખાનની સામે હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં. તુમન ખાને વાત માની લીધી અને કહ્યું કે તમે પોતાનું સમર્પણ “પૂરી” શહેરમાં આવીને કરો. ઇસ્લામ કબુલ કરો અને જગન્નાથ મંદિરને મસ્જીદમાં બદલી નાંખો.
રાજા નરસિમ્હાદેવ રાજી થઇ ગયાં અને ઇસ્લામિક લશ્કર “પૂરી” શહેર તરફ આગળ વધવા માંડ્યું. એ એવાતથી અજાણ હતું કે આતો એક ચાલ છે. રાજા નરસિમ્હાદેવનાં હિંદુ સૈનિકો શહેરના ચાર રસ્તા,ગલી, મહોલ્લામાં પહેલેથી જ છુપાયેલું હતું.
જ્યારે ઇસ્લામિક લશ્કર જગન્નાથ મંદિરની સામે પહોંચ્યું, ત્યારે એજ સમયે મંદિરની ઘંટડીઓ વાગવા માંડી અને ” જય જગન્નાથ”નો જયઘોષ કરતાં હિંદુ સૈનિકોએ ઇસ્લામિક સૈનિકો પર હુમલો કરી દીધો. દિવસભર યુદ્ધ ચાલ્યું ઘણાબધાસિસ્લામિક લશ્કરના સૈનિકોને કબજે કરાયા. આ રીતની યુદ્ધનીતિનો ઉપયોગ પહેલા કયારેય પણ નહોતો થયો. કોઈ હિંદુ રાજાએ જિહાદનો જવાબ ધર્મયુદ્ધથી નહોતો આપ્યો આમ એમનો વિજય થયો અને આજે આપને જગન્નાથ પૂરી જઈને દર્શન કરીએ છે. અને એને વિષે લખીએ છીએ તે રાજા નરસિમ્હાદેવને કારણે જ આવા ઈતિહાસ રાત્યે ભારત સરકાર અને ઈતિહાસ કારો પણ શાંત જ છે. દઈ જાણે શું “પદ્મિની”માં ભાળી ગયાં છે…
છેર રતનસિંહની તાકાત કે આવો વિજય મેળવી શકે કે ભારતની શાન સમા જગન્નાથ મંદિરને બચાવી શકે. માત્ર કેસરિયા અને જૌહર કરવાથી વિજય હાંસલ નથી થતો, એ માટે તો બુદ્ધિ, આવડત અને અપ્રતિમ તાકાતની જરૂર પડે અને આજ કારણે રાજપૂતો કોઈ નિર્ણાયક યુદ્ધ નહોતું જીતી શક્યાં. સિવાય એક અને તે છે, છત્રપતિ શિવાજી મહારાજ એ રાજપૂત કુળનાં ફંતના હતા. એ વાત હું અહીં ઘણી વાર લખીજ ચુક્યો છું, પણ મારી વાત પૂરી નથી થઇ હજી !!!
આ વિજયની ખુશીમાં રાજા નરસિમ્હાદેવેએક મંદિર અને આખું મંદિર સંકુલ બનાવ્યું. એનું નામ છે – “કોણાર્ક”. આજે આ મંદિર જગપ્રસિધ છે અને ઓરિસ્સાની શાન જ નહિ પણ ભારતની શાન છે. “કોણાર્ક સૂર્યમંદિર ” વિષે બહુજ ટૂંક સમયમાં હું વિગતે લેખ લખવાનો જ છું. એ આપ સૌ વાંચજો મજા આવશે. માની લો કે આ એની પુર્વભૂમિકા જ છે. રાજા નરસિમ્હાદેવ પર પણ એક અલગ લેખ લખવાનો છું.
યુદ્ધ જો લડાય તોજ એમાં જીતાય, શબો યુદ્ધ કરી નથી કરી શકતાં હોતાં અને એટલા જ માટે તેઓ ધર્મ નિરપેક્ષતાનો ઢોંગ કરે છે.
સલામ રાજા નરસિમ્હાદેવ… સલામ એક નહીં લાખો સલામ… નમન છે આપને…
સંકલન – જનમેજય અધ્વર્યુ
Leave a Reply