આંખ બંધ રાખવાથી ખાલી અંધકાર જળવાય છે
બંધ ઓરડામાં બેસવાથી વરસાદે કોરા રહેવાય છે.
મન ભલે ગાતું રહેતું, અહીં સેંકડો ગીતો એકાંતમાં,
શબ્દોની ઝાલર વિના, એ ક્યાં કોઈને સંભળાય છે.
જે ઉગ્યું છે આભમાં, આથમ્યા વિનાં રહેશે નહિ
સુરજ ચાંદ અને જીંદગીને અલવિદા કહેવાય છે
સ્વીકારી લેવાના જીવનનાં દરેક રંગોને સ્નેહથી
આ સમયે સમજની સાચી સમજણ સમજાય છે.
પરાણે પ્રેમનું પૂરું મિલન થાતું નથી કહેવાય છે
ફૂટશે રણમાં કૂંપળ, જ્યાં સાચો પ્રેમ પરખાય છે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply