આ હકીકત છે કે ભ્રમણા, લોક લોકને અહી નડ્યા,
સહુને મુખે બુકાની, માણસના ચહેરે મહોરા જડ્યા.
હમદર્દી આપવા દેશો હાથ, એજ ઝાલી ને પછાડે,
લાંબા કદ ને ટુંકા મન, પડછાયા જેવા સહુ મળ્યા.
નાત જાતમાં જીવતા એ સહુને આજીવન કેદ છે,
ચહેરા થી હિંસક છો બનતા, એકલતામાં ખુબ રડ્યા.
નાદાનીને અવગણી, ભૂતકાળ માની જેને છોડ્યા,
એજ બની આજ નરહિંસક, પછાડવા મેદાને પડ્યા,
બહુ થયુ કહેવું સાંભળવું, હવે સેરને માથે સવા સેર,
સાચી સલાહ જો અવગણે, તે જાણજો ખાડે સડયા.
~ રેખા પટેલ ‘વિનોદિની’
પરિસ્થિતિને જોતા આક્રોશમાં રચાયેલ રચના,
Leave a Reply