અહીં સમયનાં અબરખ તણાં પડ નીકળે,
ભરેલા સરોવર તળે પથ્થર જડ નીકળે.
જરાક જો મનને અણગમતું બને અહી,
તહી તો સબંધોના માયાવી ઘણ નીકળે .
ગમતું જડી જાય કોઈ જણ મારગ મહી,
તો કાંટાળા વૃક્ષ વચમાં મીઠું ફળ નીકળે.
બંધ આંખો ભલે સુંદર સપના સજાવતી,
રેલાય સત્યનો પ્રકાશ,મહેલ છળ નીકળે.
જે ચાલે સુખદુઃખ બધાને લેણદેણ કહી,
તેને મારગ કાયમ શાંતિ અચળ નીકળે.
વિદાઈ પછી સ્નેહે કરે સહુ વાત તમારી,
તો સમજો ફેરો જીવનનો સફળ નીકળે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply