સુકા લંગોટિયા બાવા જેવા વૃક્ષો,
અને,
સળવળતી રણના સર્પો જેવી ડાળીઓને,
વાસંતી પવન સાથે
અંકોડા ભીડીને આવેલી,
વરસાદની જળપરીઓ પીગળાવી ગઈ.
જોતજોતામાં ઇન્દ્રનો દરબાર ભરાઈ ગયો.
કામદેવના બાણ ચારે દિશાને વીંધી ગયા,
ફૂલોના રંગીન લિબાસમાં
અપ્સરાઓ ડોલી ઉઠી.
ઓલ્યા બાવાઓએ પણ વૈરાગ્ય છોડ્યું,
પહેલા ભગવા અને પછીતો,
રંગીની ઘારણ કરી.
પેલા સુકા સર્પો લીલુડા બન્યા.
અને હૈયામાં સળવળતાં થયા.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply