બુધ્ધિ ને કયાંક કયાંક કદી બાદ પણ કરો,
છુટ્ટી મૂકીને કોઈ ‘ દિ આઝાદ પણ કરો.
ફૂલો જે ગાલ રાખીને રાતા ફરે છે, એ,
ફુરસદ મલે તો એમને સંવાદ પણ કરો.
મીઠા મધૂર ભાષણો કરતા રહયા અસર,
પોતાના ઘરમાં એ રીતે વિવાદ પણ કરો.
લૂટી લીધા તમે જે ખજાના ફરેબથી,
ભૂખી , ગરીબ વસતીમાં બરબાદ પણ કરો.
કયારેક ધૂલનીયે જરૂરત પડી શકે,
એ રીતે દુશ્મનોને કદો યાદ પણ કરો.
~ સિદ્દીક ભરુચી
Leave a Reply