હજ પઢીને શેખ રાજી થઈ ગયા,
કામના સૌ નામ હાજી થઈ ગયા.
મોતની જે પ્રાર્થના કરતા હતા,
એ ઘડી આવી તો ભાજી થઈ ગયા.
શું જરા પલટો અવસ્થામાં થયો!
એ ટપોરી શ્હેર કાજી થઈ ગયા.
છેવટે જનતાની આંખે આવતાં,
કેટલા નેતાઓ માજી થઈ ગયા.
દ્રાક્ષ મીઠી પામશું એ આશમાં,
કૂદકા મારીને રાજી થઈ ગયા.
ભાન આવ્યું તો ત્યજીને હર શરાબ,
કૈ’ ગુનેગારો નમાજી થઈ ગયા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply