સિયાસતની એવી રહી મહેરબાની,
ઘરેઘરમા બેચેન છે જીન્દગાની.
ચમકતી, રખડતી, વિહરતી, ખટકતી,
જીવીત કરતી ફિલ્મોને હલ્કી જવાની.
ધરમ, મોઘવારી, ને બેરોજગારી **,
અમારા વતનની કહુ શું કહાની.
વિચારીને મૂકો કદમ પણ સફરમા,
સમય આજ માંગી રહ્યુ સાવધાની.
કલમ મેં ઉપાડી ગઝલ ત્યાં કહી ગૈ,
અમે આપી પીડા તને જાગવાની.
મહોબ્બત, વફા, દોસ્તી, ભાઈચારો,
છે તન પર અમારા મહેક ખાનદાની.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply