સર્વ ઈચ્છા કેદ કરીએં આપણે,
વૈભવોને ખેદ કરીએં આપણે.
સાથ છોડી જાય ના બસ એટલે,
નાવમાં એક છેદ કરીએં આપણે.
કોઈ સાચુ માનશે નૈ ‘ એટલે,
ચાલ, શબ્દો કેદ કરીએં આપણે.
બોર ચાખેલા ગમે છે રામને !
કેમ જાતિ ભેદ કરીએં આપણે ?
રાજનિતીની જ આ તાલિમ છે,
બસ, સતત મતભેદ કરીએં આપણે.
આવ્યું એવુંય સપનું કોઈને?,
સાર્થક કો ‘ વેદ કરીએં આપણે!
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply