જરા ઘરના બે વાંસણ શું ખખડયા,
ભણેલા કાંકરીચાળો સમજયા.
પછી આવીને ચરણો ત્યાં અટકયા,
એ પૈસા સવલતો ખાતર રખડયા.
પ્રતિષ્ઠિત વ્યક્તિને આપી સલાહ તો,
ઘણા… મેસેજથી પુષ્કળ બબડયા.
અસંખ્ય જીવોએ ‘હાજર છું’ કહ્યું,
નગરમાં આવીને વાદળ ગગડયા.
હતું ના કોઇ, પણ શંકાઓ જાગી,
કબૂતર બે, હવેલીમાં ફફડયા.
ઉધાર આપી, ચુકવ્વાનુ કહ્યું તો,
સ્વભાવો એજ વાતેથી બગડયા.
અમારા દેશના ‘ સિદ્દીક ‘ યુવાનો,
વિદેશી…વાળ, વસ્ત્રોમાં નીરખ્યા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply