વફાદાર થઈને નજરમાં વસી જા,
નવી ઢબના મસ્તક, તુ એવો ગમી જા.
છે અંધકાર દિલમાં, ત્યાં રોશન કરી જા
ઉતાવળ ન કર, ચાંદ થોડું રહી જા.
મહોબ્બતનું બસ એક પૈગામ લઈને,
હ્રદય-પંખ, જગના ગગનમાં ઉડી જા.
જમાનો મને રોજ એવું કહે છે,
ચલણ જૂઠનું છે, તુ એવું શીખી જા.
અસરના થતી હો, ગઝલ શાંભળીને,
ઇજાઝત છે, એવી સભાથી ઉઠી જા.
મુસાફરના મુખથી દુવાઓ સરી જાય,
પથિકોની એવી ડગરમાં ઉગી જા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply