રૂતુઓના મન બગડવા લાગ્યા,
બાગના તેવર બદલવા લાગ્યા.
કાલ જે ગઝલો સમજતા ના હતા,
એ હવે છંદોમાં લખવા લાગ્યા.
બંધ દરવાજા હતા એ શેરીના,
હા,હવે એ પણ સમજવા લાગ્યા.
ખૂબ ચગતા તા પતંગો આભમાં,
શી ખબર એ પણ ઉતરવા લાગ્યા.
આજ એ કહેવત જરા બદલાઈ. ગૈ,
જે ગરજ્યા એય વરસવા લાગ્યા.
મોઘવારીથી પરીવર્તન થયું,
કે ફકીરો પણ ખરચવા લાગ્યા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply