માણસ મટી ગયા છતાં રાહત ન થઈ શકી,
એક સાસરીની લગ્નમાં ઈઝઝત ન થઈ શકી.
ક્યારેક તૂટી જાય આ વાસણ ન કૈ’ શકાય,
વિશ્વાસની આ શહેરમાં મુદ્દત ન થઈ શકી.
કોનો છે વાંક રોડની જનતાને છે ખબર,
‘ સત’ બોલવાની કોઈની હિંમત ન થઈ શકી.
માં બાપના સ્વભાવનો આ વારસો મળ્યો,
ક્યારેય દુશ્મનોથી અદાવત ન થઈ શકી.
‘ સિદ્દીક ‘લથડિયા જેટલી પીધી નથી શરાબ,
પીધી અનેક જાતની આદત ન થઈ શકી.
દિલમાં મળી જગ્યા મને ક્રુપા છે ,એ જબસ,
‘ સિદ્દીક’ આ નોકરીથી ઇમારત ન થઈ શકી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply