જ્યાં ‘ મનાઈ ‘હોય તો ત્યાં ના જવું,
શક રૂપી ત્યાં નાંગ છે સંભાળવું.
પ્રેમ કરવાનો દિવસ છે એટલે,
સંમતિ છે આઈનાને તોડવું.
પથ્થરોને અશ્રુઓ વ્હાલા નથી,
પણ ગમે છે હાથ એને જોડવું.
એમની હઠને જગત પણ પગ પડે,
‘ બાળ, સ્રી કે અશ્વને સમજાવ્વુ’,
આગ, ઐયાશીને ભરખી લઈ શકે,
દોસ્ત, હોટલમાં જવાથી ચેતવું.
મારી સાથેના બધા આ ભિક્ષુકો,
કઇ રીતે ‘ સિદ્દીક’ ધનિકો માનવું?
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply