મનની વાતોમાં ભાર લાગે છે.
ચૂંટણીનો પ્રચાર લાગે છે,
તો જ દરિયો બને છે તોફાની,
જંગમાં જ્યારે હાર લાગે છે.
ફૂલ પરથી નજર નથી ખસતી,
શે’રમાં ક્યાંક સાર લાગે છે.
હા,રવિવાર છે છતાં અહિયાં,
એક મોટું બજાર લાગે છે.
શું અહીં માણસો નથી વસતા ?
આ ઘરો શાનદાર લાગે છે !
હું નકારૂં છું કોઈ અવસરને,
ત્યાં જ ઉત્તર હકાર લાગે છે.
કોઇ દોરે, લખે, કરે, સ્થાપે,
જેનો જેવો વિચાર લાગે છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply