મગર આંસુઓથી રડે છે ગઝલ,
હ્રદયને હ્રદયમાં બળે છે ગઝલ.
ગમે તેમ ચીરે, ગમે તે લખી,
જરા ખીલ્તાં ખીલ્તાં મરે છે ગઝલ.
કવિતા, અછાંદસ ભૂલીને હવે,
વિવિધ રાગમાં સૌ રચે છે ગઝલ.
લખે ક્યાં ને ફંટાય ક્યાં આ કલમ,
ખબર ના પડે શું કહે છે ગઝલ.
ગઝલની ગઝલ રોજ વાહવાહ કરે,
અને એજ રીતે નભે છે ગઝલ.
ન’તું ભાન જેને મળ્યા ચંદ્રકો,
ખબર થૈ તો એને હસે છે ગઝલ.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply