ભૂલવા લાગ્યા તમે!!
બેવફા લાગ્યા તમે.
આપને જોયા પછી,
કામના લાગ્યા તમે.
કાગ છત પર બોલતાં,
આવ્યા, લાગ્યા તમે.
મે ગણેલા આપણાં,
પારકા લાગ્યા તમે.
આજ કૈ’,કાલે અલગ,
હરજગા લાગ્યા તમે.
કોઇના પડખે રહી,
છાંયડા લાગ્યા તમે.
ઈશ્કથી’ સિદ્દીક ‘ સદા,
કાફલા લાગ્યા તમે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply