ફાગણ કેમ ચડે ના ચાળે ?
વાસંતી વા વન-ઉપવનમાં, સપનાંને ઉગાડે. !
ફાગણ કેમ ચડે ના ચાળે ?
લૂ તો ઝીણાં ઝાંઝર પહેરી, ચાલ લચકતી ચાલે
ગુલમહોરી લાલી લીંપી, દશે દિશાએ મ્હાલે
તડકાનું આંજણ આંજીને, વગડાને અજવાળે..!
ફાગણ કેમ ચડે ના ચાળે ?
ધ્યાન ધરી તમરાંના ગીતો , હોંશે હોંશે પોંખે
સીમતણાં સન્નાટાને પણ , ફાંટ ભરીને જોખે
બપ્પોરી વેળા તો ઝુમ્મર, બાંધી દે ગરમાળે..!
ફાગણ કેમ ચડે ના ચાળે ?
સોળવલાં જોબનને ઊંચકે, કેસરભીના કાંધે
સૂરજ સાખે અંગમરોડી, તાર નયનના સાંધે
કેસૂડાંનો આવો ઈશારો, કેમ કરીને ખાળે ?
ફાગણ કેમ ચડે ના ચાળે ?
~ લક્ષ્મી ડોબરિયા.
Leave a Reply