મને બીક લાગે છે
સાચ્ચે જ, મને બીક લાગે છે.
થાય છે કે,
સત્યનું જે બીજ મારી અંદર છે એ ક્યારેક દંભનું કોચલું તોડીને જન્મશે તો?
અંદરના સાદને અવગણીને મેળવાતી ખોખલી દાદની આદત મને મારાથી દૂર તો નથી લઈ જતી ને?
મારી અંદરના સુષુપ્ત જ્વાળામુખીના વિસ્ફોટથી,
મેં “ઊભી કરેલી” મારી ઓળખ હતી ન હતી થઈ જાય તો?
અને
ક્યારેક આ વાતે ઊંઘ ઉડી જાય છે કે,
આ બધા પ્રશ્નોના જવાબ મને સંભળાઈ જશે તો?
સાચ્ચે જ, મને મારી બીક લાગે છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply