ના કે હા..
પસંદગી માટે નહીં
પણ
સમાધાન કે સ્વીકાર માટેના
અંતિમ વિકલ્પરુપે હોય
ત્યારે
આપોઆપ “મોટા” થઈ જવાતું હોય છે.
અને
ગળામાં થીજી ગયેલા ડૂમાને છૂપાવી શકવાની “આવડત”
નાની નાની વાતે ખુશ થવાની મુગ્ધતાને ટપારતી રહે
ત્યારે
સમયને સાચવી લેવા જેટલા “પીઢ” થઈ જવાય છે.
વળી,
બીજાની અગવડ-સગવડનું
ધ્યાન રાખવાનું “વ્યવહારુ” ભાન તો અનુભવે આવી જ જાય છે
કેમકે
પરિપકવતા કંઈ વારસામાં નથી મળતી.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply