નવી ઋતમાં, ઘણી મહેનત થવાની,
સિયાસી-મિત્રતા અંગત થવાની.
મરણની બાદ કૈ” ઈઝઝત થવાની !
નર્યા પથ્થરની શું કિંમત થવાની?
બજારોમાં મેં, પૈસા ફેંકી જોયા,
હવે જોજે, ઘણી સોહરત થવાની.
અગર પાંપણ ઝૂકે તો આ સમજવું,
સફરની આખરી મુદ્દત થવાની.
જગન્નાથે નિયંત્રણ તેલ કરતાં,
ન જાણે કેટલી મૈયત થવાની.
મેં ‘ સિદ્દીક ‘લોકમાં એ ટેવ જોઈ,
સબંધો કાપવા, કરવત થવાની.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply