તારી સાથે હું ‘હું’ થઇ શકું છું.
ક્દી હા ક્દી ઉહું થઈ શકું છું.
ખોળિયું ઘસાય બસ ઉંમર સાથે,
જૂની બોટલમાં નવું થઈ શકું છું.
તને કોઈ કનડે તો શિકારી બાજ,
તારી બાહોમાં પારેવું થઈ શકું છું.
મારે તો તું જ ને એય જન્મોજન્મ,
તારી એકની જ હું વહુ થઈ શકું છું.
તું બન્યો છો સમસ્ત વિશ્વ મારુ,
હું ય તારાં માટે સૌ થઈ શકું છું.
તું જ છો સેંથી નું સિંદૂર છો મારું,
હું જ કુમકુમ પગલું થઈ શકું છું.
તારી સાથે જ જીવન વિતાવવું છે,
આશ્લેષે જીવન પૂરું કરી શકું છું.
~ મિત્તલ ખેતાણી
( કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માં થી )
( Note : આજે અમારો લગ્ન દિન, મેં તો આખી ‘પત્ની ચાલીસા’ લખી ભાર્યા વિષે પણ જો મારી જીવન સંગિની મારાં વિશે લખે,તો શું લખે, એ કલ્પના ને શબ્દો માં કાવ્ય તરીકે ટપકાવી છે. )
Leave a Reply