અમદવાદના એક ગીચ પુરાણા વિસ્તાર અસારવામાં દાદા હરિની વાવ સ્થિત છે, આ વાવ વિષે હું વડોદરાનાં “ધ્વનિ” સાપ્તાહિકમાં લખી જ ચુક્યો છું. આ જ લેખ મેં ShareinIndia.in માં પણ મુકેલો જ છે, એ કેટલી સુંદર છે અને એનું બાંધકામ કેવું છે તે મેં એમાં જણાવેલું જ છે એટલે એના સ્થાપત્ય વિષે અહીં હું કંઈ જ લખવાનો નથી !!!
એ મેં પહેલાં લખેલું જ છે એટલા માટે, આ વાવ મેં ક્યારેય જોઈ નહોતી. એ મને જોવાનું સદભાગ્ય ૫૬ વર્ષે આ ૨૪મી જાન્યુઆરીએ પ્રાપ્ત થયું, ૨૪મી જાન્યુઆરી એ મારા પરમ પૂજ્ય પિતાશ્રીનો જન્મ દિવસ. મારામાં જેમણે ઇતિહાસ અને સાહિત્યના સંસ્કાર સીંચ્યા એ વાવ હું એ દિવસે જ જોઉં એવો મેં મનથી જ મક્કમ નિર્ધાર કર્યો હતો.
આ અગાઉ હું થોડાંક જ દિવસો પહેલાં અડાલજની વાવ પાંચમી વખત જોઈ આવ્યો હતો. આ અરસામાં મેં થોળ પક્ષી અભયારણ્યની ૨ વાર મુલાકાત લીધી. થોળ અને નળ સરોવર તો હું લગભગ દર વર્ષે જાઉ જ છું, એ વખતે મેં એના કેટલાંક સારાં ફોટા મારી યાદગીરીરૂપે મેં મારાં મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતાં. જે જોઇને આજેય હું ખુશ થાઉં છું…
આ પરથી મને એક સુવિચાર આવ્યો કે કેમ ના હું મારું પોતાનું આવાં સ્થળોનું આલ્બમ ના બનાવું. આ વિચારનું અમલીકરણ મેં કરવાં માંડયુ. શહેર જો મારું હોય તો એને મારામાં યાદગારી રૂપે સમાવવાનો આનાથી વધારે કોઈ સારો રસ્તો ખરો. હા અત્યારે મારી પાસે DSLR કેમેરા નથી. પણ ટૂંક સમયમાં હું ખરીદવાનો જ છું. પણ અત્યારે સ્માર્ટ ફોનનો કેમેરા એ પણ કંઈ કમ નથી જ !!!
આ વિચાર અંતર્ગત જ મેં દાદા હરિની વાવ જવાં મારાં પિતાજીની જન્મ્તારીખે નીકળી પડયાં. અમે બે હૂતો હુતી એટલે કે હું અને મારી પત્ની મનમાં ઈચ્છા હતી દાદાહારીની વાવ જોવાની જ પણ બાઈક હવે પુરાણું હોવાથી એ કદાચ ના જોઈ શકાય એવું હું માનવા લાગ્યો. પૂજા કરવાં ગયાં કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરે. પૂજા કરીને મંદિરમાં મેં પૃચ્છા કરી કે હવે અહીંથી અસારવા દાદાહરિની વાવ જોવાં જવું હોય તો કેવી રીતે જવાય…? અહીંથી એ કેટલે દૂર ?
પેલા પુજારીભાઈએ કહ્યું કે તમે રીક્ષામાં જાઓ. મે કાહ્યું કે મારી પાસે બાઈક છે. તો તમે કાલુપુર બ્રીજ પરથી જાઓ પછી ત્યાંથી જમણીબાજુએ વળો એટલે અસારવા આવશે. ત્યાંથી જ વાવ પહોંચી જવાશે. તે વખતે લગભગ પોણા પાંચ વાગ્યા હતાં. મને થયું કે ૬ વાગે તો અંધારું તહી જશે એ પહેલાં ત્યાં પહોંચીને જોવાય અને ફોટા પડાય તો સારું નહીં તો ડેલીએ હાથ દઈને પાછાં ફરવું પડશે !!!!
મેં કહ્યું આપણે જઈએ જ છીએ ત્યાં પિતાજીના જ જન્મદિવસે જો હું ના જોઉં તો હું સદાય મારી જાતને કોસતો રહીશ !!! ઘરે પાછો આવવા નીકળેલો તે છેક રાયપુર દરવાજેથી પાછો ફર્યો પૂછતાં પૂછતાં પહોંચ્યો દાદા હરિની વાવે. બાઈક પાર્ક કર્યું અને જોયું કે વિસ્તાર શાંત હતો પણ મુસ્લિમ હતો.
એક વિચાર તો એવો આવ્યો કે આમાં શાંત દેખાતા આ વિસ્તારમાં આ વાવ કેટલી સુરક્ષિત? એની જાળવણી અને સફાઈ કેવી રીતે થતી હશે ? ન કોઈ ચોકીદાર કે ન કોઈ માણસોની સુવિધા સીધાં જ વાવમાં છેક નીચે સુધી જઈ શકાય. પણ જેવો હું દાખલ થયો કે હું મંત્રમુગ્ધ બની ગયો અડાલજની વાવ સાથે સરખામણી કરવાં લાગ્યો. પહેલી જ નજરે થયું કે અત્યાર સુધી મેં આ વાવ કેમ નહોતી જોઈ. શું સુંદર અને કોતરણીવાળી વિશાળ વાવ છે આ… આ વાવમાં ગમે ત્યાં ગમે તે રીતે જઈ જ શકાય છે !!!
અડાલજમાં પેલી ગોળાકાર પગથીયા જ્યાં બંધ કરાયેલાં છે, એવું અહિયાં નથી એમાં છેક નીચે સુધી જઈ શકાય છે. અડાલજ જેવાં જ ઝરુખાઓઓ અને કોતરણી એજ નવકોણીય. એટલી બધી તો નહીં પણ અતિસુંદર કોતરણી. જોઇને હું બહુજ આનંદવિભોર બની ગયો. બધુંજ સુંદર હતું. આ પગથીયા પરથી અને સીડી પરથી, હું પણ જઈ આવ્યો છેક નીચે સુધી આ પાંચ માળની વાવના મૂળ સુધી. ફોટાઓ પણ બહુ પાડયા…
પછી એની ઉપર ગોળાકાર ઘુમ્મટ અને છત્રીઓ જેવી જગ્યાએ ફરવા લાગ્યો અને ફોટાઓ પાડવા લાગ્યો એની પાછળ એક મસ્જીદ છે ત્યાં પણ હું ગયો…
હવે જ હું જે વાત કરવાં કે લખવા પ્રેરાયો છું એ વાત આવે છે, ત્યાં મસ્જિદના ફોટો પાડયા. ઘુમ્મટના ફોટાઓ પાડયા છત્રીઓનાં પણ ફોટાઓ પડ્યા અનેકો એન્ગલો થી… ઢળતો સુરજ હતો એટલે મને યોગ્ય પ્રકાશ આ ફોટાઓ પાડવા માટે મળી જ ગયો. મસ્જીદ માં બે મસ્જીદ છે એક વાવની બિલકુલ પાછળ અને બીજી એની બાજુમાં જમણી બાજુએ એ મસ્જીદ -મકબરાના પણ ફોટાઓ પાડયા. ત્યાં એક ભાઈ પઠાણી ડ્રેસમાં એ મસ્જીદ બંધ કરતાં હતાં. ઉંમર લગભગ ૩૦ની જ આસપાસ મેં એમને પૂછ્યું કે આ મકબરો અને મસ્જીદ એ દાદા હરિની વાવનો જ હિસ્સો છે ને !!!
તો એમને જે જવાબ આપ્યો તે સંભાળીને મને રીતસરનો આંચકો જ લાગ્યો “કોણ દાદા હરિ અહીં કોઈ દાદા હરિ છે જ નહીં એક પાટિયું વંચાવ્યું કે આ વાંચી લો” મેં કોઈ પણ દલીલ કર્યા વગર એ વાંચ્યું અને મસ્જીદમાં દર્શન કર્યા પછી એ ભાઈએ મોં ખોલ્યું ” અહીં લોકો ઇતિહાસને ખોટો ચીતરે છે, આપણને ઉલ્લુ બનાવે છે આપણા જ રાજકારણીઓ. ભણાવાય છે પણ ખોટું અને સમજાવાય છે પણ ખોટું “
મેં એ મુસ્લિમ ભાઈને એટલું જ કહ્યું કે “એ જે હોય તે પણ ઐતિહાસિક સ્મારક છે અને મને એ જોવામાં રસ છે. મારે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી ? બાય ધ વે મેં પણ આનાં વિષે લખ્યું છે, અને તમે જે કહો છો કે આ માત્ર મુસ્લિમ સ્મારક જ છે એ વિષે હું પણ લખીશ જ “
એ આજે લખવાનો મોકો મળ્યો છે મેં કહ્યું હતું કે નાત જાત ભૂલીને આ સ્મારક સચવાય એના પર જો ધ્યાન અપાય તો વધારે સારું છે. એમ કહી અમે અંતે ઘર ભણી વળ્યા.
રસ્તામાં જો ઠેર ઠેકાણે દાદા હરિની વાવનું જ પાટિયું હોય, તો એને મ્સુલ્તાન મહમૂદ બેગડાની વાવ અને એનો જ બનાવેલો મકબરો કહેવું કેટલે અંશે યોગ્ય ગણાય…? સુલતાન મહમૂદ બેગડા વિષે મને કોઈ જ પૂર્વગ્રહ નથી. હા પણ એ મુસ્લિમ છે એટલે એને હું અમુકમાં તો સ્થાન નહિ આપું, મેં પહેલાં પણ કર્યું છે અને હું જેમાં લખું છું એમાં પણ કર્યું જ છે
મેં લખ્યું છે અલબત્ત મારામાં. પણ હું ચુસ્ત હિંદુ છું, આવાં આગ્રહવાદીઓથી પર છું. આ લોકો તો એનું નામ બદલવાની પેરવી કરી રહ્યા છે. આ મારું મુસ્લિમ સ્મારક છે એમ જ રટણ કર્યા કરે છે. આવી વિચારસરણી ક્યાં જઈને અટકશે ??? અરબીમાં જે લખાયેલું છે એને જ એઓ પ્રાધાન્ય આપે છે, આ અમારા મુસ્લિમોનું જ છે હિન્દુઓને અહીં કોઈજ સ્થાન નથી. વિસ્તાર અમારો, વસ્તી અમારી તો અહીં સ્થિત સ્મારક પણ અમારું !!!
હવે એક નજર સચ્ચાઈ પર
આ વાવ એ સુલતાનના જનાનખાનામાં કામ કરતી બાઈ ધાઈ હરિરે બંધાવી હતી. વાવમાં સંસ્કૃતમાં લખેલો શિલાલેખ દાદા હરિરની વાવમાં ઉપરથી જોતાં, આ વાવનું બાંધકામ વાવમાં રહેલા ફારસી શિલાલેખ મુજબ સુલ્તાની બાઇ હરિરે ૧૪૮૫માં કરાવેલું. જ્યારે વાવમાં રહેલ સંસ્કૃત શિલાલેખ મુજબ આ સાત માળની વાવનું બાંધકામ ડિસેમ્બર ૧૪૯૯માં થયેલું છે. મહમદ શાહના શાસનમાં બાઇ હરિર સુલ્તાની, જે સ્થાનિક લોકોમાં ધાઈ હરિર તરીકે જાણીતી હતા. તેમણે આ વાવનું બાંધકામ કરાવેલું. સુલ્તાની રાણીવાસમાં મુખ્ય નિરિક્ષક હતી.
આ નામ પછીથી દાદા હરિમાં ફેરવાઈ ગયું. આ બાઈનું નામ હરિર હતું તે વાત તો સો ટકા સાચી ને. તો પછી સુલતાન ક્યાંથી સંસ્કૃત ભાષાથી જ્ઞાત થયો. સંસ્કૃતમાં ત્યાં શિલાલેખ છે જ ને… સુલતાન હિંદુ સ્ત્રીઓને પોતાની બેગમો અનાવતો હતો. એ વાત પણ સુવિદિત જ છે. અડાલજની વાવની બાબતમાં પણ આવો જ એક કિસ્સો બનેલો છે. ખ્યાલ રહે કે એ વાવ પહેલાં બંધાણી હતી અને મહમૂદ બેગડાએ એનું સમારકામ પછીથી કરાવ્યું હતું. એ વાતને અહીં શું કામ કોઈએ પણ લગાડવી જોઈએ !!!!
બીજી અગત્યની વાત કે છે કે
આ પાંચ માળની અને નવકોણીય વાવનું સ્થાપત્ય એ સોલંકી સ્થાપત્ય શૈલીનું છે. ચલો માની લઈએ કે એ બંધાવનાર સુલતાન ઘરના સાથે સંબંધ ધરાવતી હતી તો પછી એને હરિર ધાઈ હરિર કે દાદા હરિ કહેવામાં વાંધો શું હોય ? નામ હિંદુ છે માટે જ ને…? આમાં મહમૂદ બેગડો ક્યાંથી આવ્યો ?
આ વાવ એ પ્રધાનતયા હિંદુ સ્થાપત્ય કળા અને થોડી મુસ્લિમ કલાનું સંમિશ્રણ છે. વાવ જેણે બંધાવી હોય એનું જ નામ અપાય પછી હિંદુ હોય કે મુસ્લિમ હોય. એના બાંધકામ વિષે જ જ્યાં કોઈ એકમત નથી થતાં, અલબત્ત સાલવારીમાં… ત્યાં એને દાદા હરિની જગ્યાએ મહંમદ બેગડાની કે મુસ્લિમ વાવ કહેવી કેટલે અંશે યોગ્ય ગણાય…? એ વાતને આજે ૫૨૦ વર્ષ વીત્યા છે, સ્મારક જાહોજલાલીનું પ્રતિક છે !!!
કોઈ એક બાઈ મુસ્લિમ રાજઘરાનામાં કામ કરતી હોય એનાથી એ સાબિત થઇ જતું કે, એ બાઈ મુસ્લિમ છે. આ હિંદુ વિરુદ્ધની એક સોચી સમજી સાઝીશ છે. આટલા વર્ષે પણ આવી માનસિક સંકુચિતતા જો જોવાં મળતી હોય તો એ રામમંદિર -બાબરી મસ્જીદ કરતાં પણ વધુ ખતરનાક સાબિત થશે !!!
સરકાર ,પુરાતત્વ ખાતાં અને પર્યટન ખાતાને હું વિનંતી કરું છું. આમાં જે સત્ય હોય તે તે બહાર લાવો નહીં તો એક ખોટી ઉશ્કેરણી અને અરાજકતા ફેલાશે !!! લોકોને ઉજાગર કરો સત્યથી એ પણ તવરીત ગતિએ !!! નહિ તો આ પણ વિવાદમાંથી વિખવાદમાં પરિણમશે !!!! ગમે તે હોય સત્ય પણ આ વાવ એક વાર તો અચૂક જોજો !!!!
સંકલન ~ જનમેજય અધ્વર્ય
Leave a Reply