હમણાં હમણાં ખીચડી ગ્રુપમાં એક વિડીયો જોયો. એ વિડીયો સારો છે પણ માહિતી ઓછી હતી એમાં એટલે અમે હું ઇતિહાસનો ખણખોદીયો જીવ. લોકો તો આજે ય મને સાહિત્યકાર કરતાં ઇતિહાસનો જ્ઞાતા વધારે કહે છે, એ મારે પુરવાર તો કરવું જ પડે ને !!!
મારો હેતુ સાચી માહિતી અને સારી વસ્તુ લોકો સુધી પહોંચાડવાનો જ છે. પરમ દિવસના ઉવારસદવાવનાં લેખ પરથી ઘણી જગ્યાઓ જાણવા મળી છે, જે આપણા ગુજરાતની જ છે. સમય મળે એટલે હું એ જગ્યાઓ પ્રત્યક્ષ નિહાળીને એ વિષે અવશ્ય લખીશ જ મારાં અંગત અનુભવ તરીકે, આવી લેખમાળા કરવાનો વિચાર છે પણ એ મહીને એકાદ જ આવશે બની શકે તો અઠવાડિયે એકાદ આપીશ. હા, એ મારી વોલ પર નહિ હોય એ અમુક ગ્રુપ માટે જ હશે.
જ્યાં એ લોકોને ગમે અને એ વખાણે તે હેતુસર જ હું આમ કરું છું, આમ કરવાનો હેતુ એક એ પણ છે કે મારામાં જે મિત્રો છે એ બધાં તો આવાં ગ્રુપના મેમ્બર છે જ. પણ જેઓ મારામાં નથી અને જેઓનેઆવું જાણવું અને વાંચવું વધારે ગમે છે. એ લોકોના ભવ્ય પ્રતિસાદ પછી તો મને આ મારો નિર્ણય સાચો લાગતો જ જણાય છે. જેમને જેમને એ લેખ ગમ્યો છે એમનો હું અંત:કરણ પૂર્વક આભાર માનું છું !!!
સવાલ માત્ર ગુજરાત જ નહિ પણ ભારતની અમુક ખાસ જગ્યાઓ પણ લેવી જ જોઈએ જેણે વિષે અપને સૌએ જાણવું જ જોઈએ એટલે હું ભારતની જગ્યાઓને પણ પ્રાધાન્ય આપું છું. મારા મોટા ભાગના લેખો ભારત વિશેનાં જ છે. જે માટે હું સાગરભાઈ જેવાં તજજ્ઞ અને જાણકાર મિત્રનો આભારી છું. ચિરાગભાઈ, જીગર ભાઈ, પ્રદીપભાઈ પટેલ અને ભાઈ કૌશલ બારડનો પણ આભારી છું. જગદીશભાઈ છાયા અને શ્રી નરેશભાઈ બક્ષીનો પણ આભારી છું, પૃથ્વીરાજ ચૌહાણ અને મહારાણા પ્રતાપથી શરુ થયેલી મારી આ યાત્રા મારાં મરણોપરાંત જ અટકશે !!!
હજી ઘણું બાકી છે આવવાનું અને હજી ઘણું બાકી છે લખવાનું. એમાં ગુજરાત પણ આવશે અને ભારત પણ આવશે !!!
ભારતની એક સુંદર આધુનિક ઈમારત છે સંસદભવન. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એનું બાંધકામ સો એ સો ટકા મૌલિક નથી, એનો માત્ર આઈડિયા જ નહિ પણ આબેહુબ કોપી મારવામાં આવી છે, શેની કોપી છે આ. આ પ્રશ્ન તમને જરૂર મૂંઝવતો હશે ને… એ જગ્યાનું નામ છે મઢાવલી, મટાવલી (મુરૈના જિલ્લો -મધ્ય પ્રદેશ). આ મોરેના એ ચોસઠ યોગીનીમંદિર માટે જાણીતું છે, જે એક શિવમંદિર પણ છે.
👉 મંદિર વિશેની જાણકારી
ચોસઠ યોગીની મંદિર, મોરેના, એકટ્ટરસો મહાદેવ મંદિર તરીકે પણ ઓળખાય છે. તે ૧૧ મી સદીનું મંદિર છે જે ભારતના મધ્ય પ્રદેશના મોરેના જિલ્લામાં સ્થિત છે. ભારતમાં ચાર મુખ્ય ચોસઠ યોગીની મંદિરો છે, ઓરિસ્સામાં બે અને મધ્યપ્રદેશમાં બે પરંતુ આ બધામાં મધ્યપ્રદેશના મુરેના સ્ટેશનના ચોસઠ યોગીની મંદિરનો વિશેષ મહત્વ છે. ગ્રામ પંચાયત મીતાવલી એટલે કે આ મંદિર એક્ઝેકટલી મીતાવલી ગામમાં સ્થિત છે. થાણું – રીઠૌરકલાં, જીલ્લો – મુરેના…
આ મંદિરને ઇકંતેશ્વર મહાદેવ મદિર પણ કહેવામાં આવે છે. આ મંદિર ભૂતકાળમાં તાંત્રિક યુનિવર્સિટી કહેવાતું હતું. તે સમયે મંદિરમાં તાંત્રિક વિધિ યોજવામાં આવી હતી, અને તાંત્રિક સિધ્ધિઓ પ્રાપ્ત કરવા માટે તંત્રવાદની મુખ્ય શાખા હતી. હાલમાં, તાંત્રિક સિદ્ધિઓ મેળવવા માટે કેટલાક લોકો પણ બલિદાન આપે છે. ભારત દેશમાં આવાં યોગીની મંદિરોમાંથી એક છે જે સારી સ્થિતિમાં છે. મંદિરની રચના ગોળાકાર દિવાલ દ્વારા કરવામાં આવી છે જેમાં ૬૪ ખંડો (ઓરડાઓ) અને કેન્દ્રમાં એકખુલ્લો વિશાળ મંડપ છે. જે ગોળાકાર ભાગથી અલગ છે, જે આકારમાં ગોળાકાર હોય છે – જ્યાં શિવનું નિર્માણ થાય છે.
ભારતના પુરાતત્વીય મોજણી દ્વારા મંદિરને પ્રાચીન ઐતિહાસિક સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં મંદિર હેરિટેજનો દરજ્જો પણ પ્રાપ્ત કરવાનું જ છે.
👉 મંદિરનો ઈતિહાસ
આ ચોસઠ યોગીની મંદિર એ મીતાવલી ગામમાં સ્થિત છે. જે પાડાઔલીગામ કે જે ગ્વાલિયરથી માત્ર ૪૦ કિલોમીટરજ દૂર છે ત્યાં આવેલું છે. એની પ્રાપ્ત જાણકારી કે જે અન્ય ગ્રંથો અને શિલાલેખોમાં મળી આવી છ, તે મુજબ આ મંદિર ઇસવીસન ૧૦૫૫-૧૦૭૫ની વચ્ચે કચ્ચાપાઘટા રાજા દેવપાલે બંધાવ્યું હતું. (વિક્રમ સંવત ૧૩૮૩ )
એમ કહેવાય છે કે આ મંદિર એક મોટું વિશ્વવિદ્યાલય હતું, જે જ્યોતિષશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર ભણાવતું હતું જે સૂર્યની ગતિ પર આધારિત હતું. આર્કિયોલોજીકલ ડીપાર્ટમેન્ટે આને ૨૮-૧૧ -૧૯૫૧ના રોજ ઐતિહાસિક સ્મારક જાહેર કર્યું. જે હવે હેરિટેજ બનવાની તૈયારીમાં જ છે !!!
👉 મંદિરની બાંધણી અને વિશેષતાઓ
મંદિર એક ટેકરી પર સ્થિત છે જે આશરે ૧૦૦ ફૂટ (30 મીટર.) ઉંચાઈ પર છે અને મંદિરના પ્રવેશદ્વાર તરફ આગળ વધવા માટે ૧૦૦ પગથિયાં છે. તે ૧૭૦ ફુટ (૫૨ મીટર) ની ત્રિજ્યા સાથે બાહ્ય ગોળાકાર છે અને તેના આંતરિક ભાગમાં તેની પાસે ૬૪ નાના ખંડો આવેલા છે, જેમાં દરેક એક મંડપ છે જે ખુલ્લું છે અને પાઇલસ્ટર્સ અને સ્તંભોનો ઢાળ છે. આખા માળખાની છત બાહ્ય પરિપત્ર દિવાલની અંદરના પૂર્વ તરફના ગોળાકાર મંદિર સહિત સપાટ છે. વિશાળ માર્ગ અથવા આંગણું કે બાહ્ય ઘેરો અને મુખ્ય મંદિર વચ્ચે આવેલું છે જે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરમાં એક ખુલ્લો પોર્ચ પ્રવેશ છે.
બાહ્ય દિવાલની બાહ્ય સપાટીમાં હિંદુ દેવતાઓની કોતરણી છે. બાહ્ય વર્તુળમાંના ૬૪ ચેમ્બરમાં દરેકમાં શિવકે દેવીની એક છબી છે. જો કે, તાજેતરની તપાસે પુષ્ટિ આપી છે કે મૂળમાં તેમની પાસે યોગીની છબી હતી અને તેથી મંદિર ચોસઠ યોગીની મંદિર તરીકે ઓળખાય છે. (‘ચોસઠ’ નો અર્થ અહીં “ચોથો (ચાર)” છે.). એવું કહેવામાં આવે છે કે ૬૪ ખંડો અને કેન્દ્રીય મંદિરની છત પર ટાવર્સ અથવા શિખર હતા. જે બાદમાં ફેરફારો પછી દૂર કરવામાં આવ્યા હતા.
મુખ્ય કેન્દ્રીય મંદિરની અંદર સ્લેબ પટ્ટાઓ છે, જેમાં મોટા ભૂગર્ભ સંગ્રહ માટે વરસાદી પાણીને દૂર કરવા માટે છિદ્રો છે. છતમાંથી પાઈપ લાઇન્સ સંગ્રહિત કરવા માટે વરસાદનું પાણી દોરી જાય છે. પ્રાચીન સ્મારકને સારી રીતે જાળવવા માટે મંદિરને સંરક્ષણના પગલાંની જરૂર છે ખરી. પણ કંઈ વાંધો નહીં એ હેરીટેજ બન્યે એની જાળવણી અને સાચવણી અવશ્ય થશે જ થશે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં કહોકે કેટલીક સદીઓથી મંદિરની રચનાએ ધરતીકંપની આંચકાને અટકાવી દીધી છે, તેના પરિપત્ર માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડયા વિના મંદિર ભૌગોલિક ઝોનમાં છે. સંસદ ગૃહના ધરતીકંપની અસરથી સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને આ હકીકતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે ચોસઠ યોગીની મંદિરની જેમ ગોળાકાર માળખું પણ છે, ભારતીય સંસદમાં ચર્ચા કરવામાં આવી હતી.
👉 થોડુંક વધારે
આ મંદિર વીતેલા સમયમાં એક તાંત્રિક વિશ્વવિદ્યાલય પણ હતું. એ સમયમાં આ મંદિરમાં તાંત્રિક અનુષ્ઠાન કરીને તાંત્રિક સિધ્ધિઓ હાંસલ કરવાં માટે અહીં તાંત્રિકોનો જમાવડો લાગ્યો રહેતો હતો. અત્યારના સમયમાં પણ અહીં કેટલાંક લોકો તાંત્રિક સિધ્ધિઓ હાંસલ કરવાં માટે યજ્ઞ કરીને આહુતિ પણ આપે છે. આ મદિર ગોળાકાર છે. એમાં બનેલાં ૬૪ ખંડોમાં દરેકમાં એક શિવલિંગ સ્થાપિત છે. એના મુખ્ય પરિસરમાં એક અતિવિશાળ શિવ મંદિર છે !!!
ભારતીય પુરાતત્વ વિભાગણા કહેવાં પ્રામાણે આ મંદિર નવમી સદીમાં બનાવવામાં આવેલું. ક્યારેક એટલેકે એ સમયમાં દરેક ઓરડામાં ભગવાન શિવની સાથે દેવી યોગીનીની પણ મૂર્તિઓ હતી. એટલાં જ માટે એને ૬૪ યોગીની શિવ મંદિર કહેવામાં આવે છે. જોકે અત્યારે તો એમાંની કેટલીક દેવીઓની મૂર્તિઓ તો ચોરી થઇ ગઈ છે. જ્યારે કેટલીક મૂર્તિઓ દેશના વિભિન્ન સંગ્રહાલયમાં મોકલી આપવામાં આવી છે. લગભગ ૨૦૦ પગથિયાં ચડીને અહીં સુધી પહોંચી શકાય છે. આ મંદિર સોથી પણ અધિક સ્તંભો પર ટકેલું છે.
એક જમાનામાં આ મંદિરમાં તાંત્રિક અનુષ્ઠાન કરવામાં આવતું હતું, અને એનું અદભૂત વિહંગાવલોકન કરી શકાય છે. ઉપર પહોંચ્યા પછી બર્ડ આઈ વ્યુથી આજુબાજુનો નજારો અને મંદિરને જોઈ શકાય છે. તે સમયમાં તો આપને જેણે વર્ચ્યુઅલ રીયાલીટી કહીએ છીએ એવી કોઈ સુવિધા કે ટેકનીક તો નહોતી જ પણ આ મંદિર એની અનુભૂતિ આપણને અવશ્ય કરાવે છે. તે સમયનું વિજ્ઞાન પણ અત્યારના વિજ્ઞાનથી આગળ હતું તેનો આ ઉત્કૃષ્ટ નમુનો છે. નયન રમ્ય જગ્યાએ સ્થિત વિશાલ વનરાજીની વચ્ચે આ મંદિર જોવું એ પણ એક લ્હાવો છે. જે કોઈએ પણ લેવા જેવો ખરો !!!
આ સ્થાન ગ્વાલિયરથી લગભગ ૪૦ કિલોમીટર જ દુર છે. આ સ્થળે પહોંચવા માટે ગ્વાલિયરથી મુરૈના રોડ પર જવું પડે છે. મુરૈનાથી પહેલાં કરહ બાબા અથવા પછી માલનપુર રોડથી પઢાવલી (જેનું અત્યારનું નામ છે મઢાવલી કે મડાવલી) પહોંચી શકાય છે. મઢાવલી એક ઉંચી પહાડી પર સ્થિત છે. આ જ એ શિવ મંદિર છે કે જેણે આપને ચોસઠ યોગીની મંદિર તરીકે ઓળખીએ છીએ. આ એજ શિવ મંદિર છે જેણે મૂળભૂત આધાર માનીને બ્રિટીશ વાસ્તુવિદ એડવીન લુટીયંસે ભારતનું સંસદ ભવન ઇસવીસન ૧૯૨૦માં બનાવ્યું હતું.
એ તો ભલું થજો મુસ્લિમ આક્રાંતાઓનું કે એની નજર આના પર નહોતી પડી નહિ તો એને તહસનહસ કરી નાંખતા એમને ક્યાં વાર જ લાગવાની હતી તે… નહીંતો આપણને આટલું સુંદર સંસદ ભવન શેના પરથી મળ્યું હોત !!!
કેમ ખરુંને મિત્રો !!!!
એક ટીપ આપું છું પ્રવાસ કરનારાઓ માટે કે જીવનમાં ગ્વાલિયર -ઝાંસી -ઓરછા – શિવપુરી – મઢાવલી- બટેશ્વર આ ટ્રીપ આવશ્ય મારજો. એક અઠવાડિયા કે દસેક દિવસના પ્રોગ્રામમાં આ બધું સાથે થઇ શકે જ છે, ગ્વાલિયરને હેડ ક્વાર્ટર બનાવીને.
તો જઈ આવજો ત્યાં, હું પણ જયારે જઈશ ત્યારે આ વિષે ફરી અવશ્ય લખીશ જ !!!
સંકલન ~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply