તમે સેમસન્ગ કમ્પની વિશે શું જાણો છો…? કે સેમસન્ગ વાળા મોબાઈલ, ટીવી, રેફ્રિજેટર, વોશિંગ મશીન આ બધું બનાવે છે.
જો હું એમ કહું તો કે દુનિયાનું સૌથી મોટું ટાવર બુર્જ ખલીફા સેમસંગે બનાવેલું છે. જો હું એમ કહું તો કે સેમસન્ગ મિલિટરી માટે ટેન્ક બનાવે છે.
ચલો આજે હું તમને સેમસન્ગ કમ્પની વિશે થોડીક ઇન્ટરેસ્ટિંગ વાતો જણાવું
★ ઇતિહાસ
1938માં સાઉથ કોરિયામાં Lee_Byung_Chull એ એક ગ્રોસરી સ્ટોર માટે કંપની ખોલી તી, શરૂઆતમાં આ કમ્પનીમાં ખાલી 40 લોકો જ કામ કરતા હતા. 1954માં સેન મોજર નામની ‘ટેક્સસ્ટાઇલ કંપની’ ખોલી હતી જે આગળ જઈને સાઉથકોરિયાની સૌથી મોટી ટેક્સટાઇલ કંપની બની .
1960 સુધીમાં ફૂડપ્રોસેસિંગ, ટેક્સટાઇલ, ફાઇનાન્સ & ઇન્વેસ્ટંમેન્ટ જેવા ક્ષેત્રોમાં બિઝનેસનો ફેલાવો કર્યો. 1960 ના અંતમાં સેમસંગે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તેની પહેલી પ્રોડક્ટ હતી, 1970માં આવેલું 12 ઇંચનું બ્લેક&વ્હાઇટ ટી.વી.
1988માં સેમસંગે પહેલો મોબાઈલ હેન્ડસેટ ‘SH 100’ માર્કેટમાં લોન્ચ કર્યો. 1990 સુધીમાં સેમસન્ગ દુનિયાના નકશા પર એક મોટી કંપની તરીકે નજર આવી, જે દરેક ક્ષેત્રમાં ઇન્વેસ્ટંમેન્ટ કરવા માંગતી હતી.
સેમસન્ગ આજે 80 પ્રકારના અલગ-અલગ બિઝનેસ ચલાવે છે. એમાંથી અમુક છે સેમસન્ગ એન્જીનીયરીંગ, સેમસન્ગ C&T કોર્પોરેશન, સેમસન્ગ ઇલેક્ટ્રોનિક્સ, સેમસન્ગ ટેલિકોમ્યુનિકેશન, સેમસન્ગ લાઈફ ઇન્સ્યોરન્સ, સેમસન્ગ પેટ્રોકેમિકલ્સ.
ઓટોમોબાઇલ કંપની ‘રેનોલ્ટ’ સાથે સેમસન્ગની ભાગીદારી છે. જેમાં 90 ℅ શેર સેમસન્ગના છે. ક્લોથિંગ બ્રાન્ડ ‘FUBU’ સેમસન્ગની છે. કેટલી બધી હોટેલ્સ અને રિસોર્ટસ, મેડિકલ સેક્ટર, સાઉથ કોરિયાનું સૌથી મોટું થિમપાર્ક જેવા અનેક બિઝનેસ સેમસન્ગ ચલાવે છે.
1990માં સેમસન્ગ દુનિયાની સૌથી મોટી મેમરીચીપ બનાવવા વાળી બીજી કંપની બની. આઈફોન 1 માં લગાવેલી મેમરીચીપ સેમસંગે બનાવેલી છે. 2006થી લઈને અત્યાર સુધી સૌથી વધારે ટી. વી. બનાવવાનો રેકોર્ડ પણ સેમસન્ગ ના નામે છે. 2010માં ‘સેમસન્ગ હેવી ઇન્ડસ્ટ્રીઝ’ દુનિયાની સૌથી મોટી ‘શિપ બિલ્ડીંગ કંપની’ બની ગયી. 2012માં નોકિયાને પાછળ છોડી દુનિયાની સૌથી વધુ મોબાઈલ ફોન બનાવવા વાળી કંપની બની ગયી.
2012માં જ સેમસન્ગ દુનિયાની સૌથી મોટી ‘ઇન્ફોર્મેશન ટેક્નોલોજી’ કંપની બની ગયી. આજે સેમસન્ગ લાઈફ ઇન્સ્યોરન્સ દુનિયાની 14મી સૌથી મોટી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે. સેમસન્ગમાં આજે 4,79,000 કર્મચારીઓ કામ કરે છે જે ગૂગલ, માઈક્રોસોફ્ટ અને એપલ કરતા પણ વધુ છે.
બહુ ઓછા લોકો જાણે છે કે મોબાઈલ ફોન અને ટીવી બનાવવા વાળી આ કંપની દુનિયાની સૌથી ઊંચી ઇમારત પણ બનાવે છે, દુનિયાના સૌથી મોટા ‘ટ્રાન્સપોર્ટ શિપ’ પણ બનાવે છે, મિલિટરી રોબોર્ટસ અને ટેન્ક પણ બનાવે છે, જેટ એંજિન્સ પણ બનાવે છે.
હવે જયારે તમે તમારા ફોન માં ‘સેમસન્ગ’ નો લોગો જોશો ત્યારે તમારો જોવાનો નજરીયો પણ બદલાઈ ગયો હશે.
Research By ~ હાર્દિક લાંઘણોજા
Leave a Reply