શ્વાસને ઉચકી જનાજે ખુદ તમે આવો સ્મશાને.
ને પછી આ વાસના સહ મોહને દાટો સ્મશાને.
દુઃખ ઘડીપણ નહિ રહે જો જો તમારી તે વિદાયે.
જે દિવસ સૌના ખભે બેસી તમે જાશો સ્મશાને.
રાખ સપના ધૂળ કાયા થઇ જશે આખર સમયમાં.
જે અહમ્ થી છે ભરેલા શબ હવે બાળો સ્મશાને.
એકપણ દાવો કરીશું ના હવે તો પ્રેમનો ને,
સો ટકા દફનાવશું સપના બધા લાવો સ્મશાને.
જીવતાતો જશ ના મળ્યો બાદ મરણ હવે,
મૌન પાળી બે ઘડી તો માનથી રાખો સ્મશાને.
આપને સોગંદ એને ઓ ‘અનામી’ જોઈ લઇએ.
હોય ત્રેવડ તો ભલા બે ચાર દો શ્વાસો સ્મશાને.
~ બળદેવસિંહ રાઉલજી ‘અનામી’
Leave a Reply