હું મારામાં રહેવા આવું એવું તું કંઈ કરને ઈશ્વર !
ઘરની માફક જાત સજાવું એવું તું કંઈ કરને ઈશ્વર…
વર્ષોથી ખંડેર પડ્યો છું, મ્હેલો જેવી મમતા ક્યાં છે ?
તારા સ્પર્શે પલળી જાઉં એવું તું કંઈ કરને ઈશ્વર.
રસ્તો તમને ચીંધ્યો છે તો સીધા-સીધા ચાલ્યા જાઓ,
યા કહેશો તો જાત બિછાવું એવું તું કંઈ કરને ઈશ્વર.
તારી આંખો આંખો ક્યાં છે ? દરિયાનું પેટાળ કહોને,
એમાં ખુદને હું પધરાવું એવું તું કંઈ કરને ઈશ્વર.
મારા વિના સાબિત કર કે ઈશ્વર છે તો માનું ઈશ્વર,
નહિંતર હું પણ ઈશ્વર થાઉં એવું તું કંઈ કરને ઈશ્વર.
~ ચિંતન મહેતા
Leave a Reply